વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) તાલુકાના મોરા અને ઘોઘંબાના કણબીપાલ્લીમાં પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. મોરા ખાતે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં જનસમારોહ યોજાયો હતો. કણબીપાલ્લી ખાતે મોરવા(હ)ના ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણે મુખ્ય અતિથિપદે ઉપસ્થિત રહી લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું. જ્યારે મહીસાગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ માનગઢ હિલ સભાખંડ ખાતે યાત્રાધામ વિકાસ મંત્રી દિલિપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
મહાનુભાવોએ અમર જ્યોતિ સ્તંભ ખાતે માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરુને પુષ્પાંજલિ અર્પણ કરી શહીદવીરોને વંદન કર્યા હતા. બિરસામુંડા અને માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરૂને નત મસ્તક નમન કરી વિશ્વ આદિવાસી દિનની શુભેચ્છાઓ પાઠવી મંત્રીએ નવિન કોમ્યુનીટી હોલ ખાતે આદિવાસી બાંધવોને સંબોધન કર્યું હતું. દાહોદ જિલ્લામાં પણ નવ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. લીમખેડામાં સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.