તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ગાયત્રી પરિવાર દ્રારા વૃક્ષા રોપણ તેમજ યજ્ઞ યાત્રા યોજાઇ

ગોધરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહાકાલેશ્વર મંદિરના પટાંગણમાં તથા ગોધરા સ્મશાન મુક્તિધામમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
મહાકાલેશ્વર મંદિરના પટાંગણમાં તથા ગોધરા સ્મશાન મુક્તિધામમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
  • ગોધરામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે 200 તુલસીના રોપા, આસોપાલવ સહિતના વૃક્ષોનું વિતરણ

વિશ્વપર્યાવરણ દિવસે ગાયત્રી પરિવાર ગોધરાના સેવાભાવી કાર્યકર્તાઓએ કોરોના વાયરસના માહોલમાં કોરોનાવાયરસની ભયંકર વૈશ્વિક મહામારીને દુર કરવા કોરોના નાબૂદી યજ્ઞયાત્રા પાંચમા ચરણમાં માર્કેટયાર્ડ વિસ્તારમાં યજ્ઞ રથયાત્રા કાઢવામાં આવી હતી. તથા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મહાકાલેશ્વર મંદિરના પટાંગણમાં તથા ગોધરા સ્મશાન મુક્તિધામમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને રાષ્ટ્રના નાગરિકોના કલ્યાણ માટે પર્યાવરણ દિવસ નિમિતે 200 તુલસી રોપા તથા અન્ય વૃક્ષ આસોપાલવ, દાડમ, લીમડા તથા આમળાના રોપાનું વૃક્ષારોપણ સહિત વિતરણ કરવામાં અાવ્યુ હતુ.

આ કાર્યથી અનેક લોકો પ્રસન્નતા અને ખૂબ જ ખુશી અનુભવતા હતા હતા 51 જગ્યાએ વૃક્ષારોપણ તુલસીના ચમત્કારી ગુણ પુસ્તક સૌને વિના મૂલ્ય વિતરણ કર્યું હતું. જન સેવા એજ પ્રભુ સેવા એ સૂત્રને સાર્થક કરવા માનવસેવાના રાષ્ટ્રીય આ કાર્યમાં પંચમહાલ જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠન ગાયત્રી પરિવાર ગોધરાના તાલુકા સંયોજક શિવનદાસ કલવાણી, ઈન્દુભાઇ પરમાર ,જ્યોંતસ્નાબેન વાઘેલા, કમળાબેન પરમાર ,સહિત અનેક સ્થાનિક પરિજનો હાજર રહ્યા હતા. આ કાર્યને સફળ બનાવવા માટે સ્થાનિક પરિજન તથા ગોધરા ગાયત્રી પરિવારનો સાથ સહકાર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...