તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પંચમહાલ જિલ્લામાં કોઇ બીમાર પડે કે રોડ અકસ્માત થાય ત્યારે 108 ને કોલ કરતાં તરત જ દોડતી અાવે છે. તેવી જ રીતે પશુઅોને કોઇ બીમારી કે ઇજાઅો થાય તો 1962 પર ફ્રી કોલ કરો તો અેમ્બ્યુલન્સ અાવીને પશુઅોની સારવાર કરીને તેનો જીવ બચાવે છે.
પંચમહાલમાં 27 જુન 2020 ના રોજ કરુણા અભિયાન દ્વારા પશુ અેમ્બ્યુલન્સ શરુ કરવામાં અાવી છે. જે અંતર્ગત જિલ્લામાં 5 પશુ વાન ફાળવી છે. જે ગોધરા, શહેરા, ઘોઘંબામાં અેક અેક અને હાલોલ ખાતે 2 વાન ફાળવવામાં અાવી છે. અા હરતુ ફરતુ પશુ દવાખાનું રોજ ત્રણ ગામડાની મુલાકાત લઇને પશુઅોના રોગનું નિદાન કરે છે. જિલ્લામાં અત્યાર સુધી 7245 પશુઅોની સારવાર કરવામાં અાવી છે. જે પૈકી 350 જેટલા પશુઅોના જટીલ અોપરેશન કરીને પશુઅોના રોગને ભગાડયો છે. જિલ્લાના પશુપાલકો સેવાનો લાભ લઇ રહ્યા છે.
ગામડાઅોમાં સારવાર માટે ઇમરજન્સી 1962 પર કોલ અાવે તો અેમ્બ્યુલન્સ દોડતી સ્થળ પર જઇને પશુઅોની સારવાર કરીને નીરોગી બનાવે છે. સરકારે શરૂ કરેલી ફ્રી સેવામાં અેમ્યુલન્સમાં દવા તથા સર્જીકલ સાધનો વડે પશુઅોની સ્થળ ઉપર સારવાર કરે છે.
5 પશુ અેમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે
જે ગામમાં અેમ્બ્યુલન્સ જવાની હોય ત્યાં બોર્ડ મુકવામાં અાવે છે. અાવનાર ડોકટરનું નામ વગેરે વિગત દર્શાવેલી હોય છે. 5 પશુ અેમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે. પશુઅો બીમારી પડે કે કોઇ રીતે ઇજા પામે તો કરુણા હેલ્પ લાઇન નંબર 1962 પર ફ્રી કોલ કરીને અેમ્બ્યુલન્સ બોલાવીને પશુની સારવાર મફતમાં કરાવી શકો છો.>જાગીંડ અશોક, પ્રોજેકટર, કો- અોડિનેટર
માલધારી પણ પશુની સારવાર કરાવે છે
રોજ 5 અેમ્બ્યુલન્સ 3 ગામોને અાવરીને પશુઅોની બીમારીનુ નિદાન કરે છે. જિલ્લામાં બેઝ સેન્ટર અેવા અણીયાદ, શિવરાજપુર, રતનપુર તથા રવાલીયામાં સવારે 1.5 કલાક ઉભી રહે છે. ત્યાં અાવતા પશુઅોની સારવાર કરે છે. બાદમાં 3 ગામોમાં બે બે કલાક સુધી પશુઅોની ચેકઅપ કરે છે. માલધારીઅો પોતાના પશુઅો લાવીને સારવાર કરાવે છે.
1962 થકી વિવિધ પશુની સ્થળ પર સારવાર
108ની જેમ 1962 પર કોલ કરવાથી અેમ્બ્યુલન્સ દોડતી ધટના સ્થળે પહોચીને પશુઅોની સારવાર કરે છે. મોટા ભાગે અા 1962 પર રખડતાં પશુઅોની સારવાર માટે વધુ કોલ અાવે છે. જેમાં રખડતા કુતરાઅો 1654, ભેંસ 23 બિલાડી 57, ગધેડા 56 સહીતના પશુઅોની સ્થળ ઉપર સારવાર કરી હતી. પંતગના દોરાથી ધાયલ પક્ષીઅોના જીવ પણ બચાવે છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.