તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ગોધરા રેલવે સ્ટેશન ખાતે નવીન પેદલપુલની કામગીરીને લઇને ટ્રેનોને ડાયવર્ટ કરાઇ

ગોધરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે નવીન પેદલપુલની ચાલતી કામગીરી. - Divya Bhaskar
ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે નવીન પેદલપુલની ચાલતી કામગીરી.
  • જૂના પેદલપુલની સમય મર્યાદા પૂર્ણ થતાં નવીન પુલ બનાવ્યો

ગોધરા રેલવે સ્ટેશન પંચમહાલ જિલ્લાનું મુખ્ય રેલ્વે સ્ટેશન ગણવામાં આવે છે, મહત્વની વાત એ છે કે ગોધરા રેલવે મથક દિલ્હી મુંબઈ રેલ્વે માર્ગ પર આવેલું છે, જેને લઇને મોટાભાગની ટ્રેન ગોધરા ખાતે રોકાય છે, ગોધરા રેલવે સ્ટેશન પર હાલ ચાર પ્લેટફોર્મ આવેલા છે. જેમાં પ્લેટફોર્મ નંબર 1 થી લઇને 4 સુધી મુસાફરોને આવવા-જવા માટે પેદલપુલ આવેલો હતો, જેની સમયઅવધિ થોડા સમય પહેલા જ પૂર્ણ થઈ હતી, જેને લઇને કોઇ દુર્ઘટના ન ઘટે તે માટે જુના પેદલપુલની જગ્યાએ નવા પેદલપુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના માટે રેલવે દ્વારા વિશાળકાય ક્રેન મદદમાં લેવામાં આવી રહી છે.

હાલમાં 280 મીટર લાંબા પુલના નિર્માણકાર્યમાં ગડરો મૂકવા માટે મહાકાય હાઇડ્રોલિક ક્રેન ઉપયોગમાં લેવામાં આવી હતી. બીજી તરફ પુલના નિર્માણ કાર્યને લઇને દિલ્હીથી મુંબઈ તરફ પસાર થતી ટ્રેનોને ગોધરા રેલવેયાર્ડના ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવી હતી.જ્યારે મુખ્ય રેલવે લાઈન પર ત્રણથી ચાર કલાકનો બ્લોક આપવામાં આવ્યો હતો. પરંતુ રેલ્વે દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતા રેલવે વ્યવહાર પર કોઈ જ અસર પહોંચી ન હતી.

અન્ય સમાચારો પણ છે...