ભાસ્કર વિશેષ:13 હજાર લોકોને તાલીમ આપી રોજગારી માટે પગભર કર્યા

ગોધરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોધરા ગોવિંદી ગામે સંસ્થા એ અગરબત્તી ની તાલીમ આપી... - Divya Bhaskar
ગોધરા ગોવિંદી ગામે સંસ્થા એ અગરબત્તી ની તાલીમ આપી...
  • પંચમહાલમાં 2006થી કાર્યરત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન નિ:શુલ્ક તાલીમ આપે છે

હાલ સમગ્ર દેશમાં બેરોજગારીનો પ્રશ્ન ખુબજ મોટો પ્રશ્ન બની સામે આવી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં એક સંસ્થા દ્વારા ખૂબ જ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં 2006થી કાર્યરત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન જેને RSETI તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સંસ્થા દ્વારા પંચમહાલ જિલ્લામાં ગામડા તેમજ શહેરના એવા લોકો જેમણે પોતાના જીવનમાં જાતે કંઈક કરવું છે પરંતુ કૌશલ્યની કમીને કારણે કરી શકતા નથી.

તેવા લોકોને નિશુલ્ક અલગ-અલગ પ્રકારના કૌશલ્ય જેવા કે મહિલાઓ માટે સીવણ કામ, બ્યુટી પાર્લર જેવી તથા પુરુષો માટે એસી ફ્રિજ રીપેરીંગ, મોબાઇલ રીપેરીંગ જેવા અનેક પ્રકારના કૌશલ્યવર્ધક તાલીમ પ્રોગ્રામ થકી 19 હજાર જેટલા લોકોને 2006થી અત્યાર સુધી પ્રશિક્ષિત કર્યા છે. આજના બેરોજગારી ના કઠિન સમયમાં ગામડાની મહિલાઓ ઘરે રહીને પણ સ્વરોજગાર મેળવીને સ્વમાનની જિંદગી જીવી શકે તેવી તાલીમો આ સંસ્થાન દ્વારા ગામડે ગામડે જઇ આપવામાં આવી રહી છે.

આવા અથાગ પ્રયાસથી પંચમહાલ જિલ્લામાં 2006થી અત્યાર સુધી 13000 લોકો સ્વરોજગાર મેળવીને પોતાના જીવનમાં પગભર થયા છે. આ સાથે જ બીજી અનેક તાલીમો આ સંસ્થા નિશુલ્ક આવી રહી છે તેમ જ તાલીમ આપ્યા બાદ તેમનો હાથ છોડતી નથી, તાલીમાર્થીને તાલીમ આપ્યા બાદ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોનની તમામ માહિતી તેમજ કો-ઓર્ડિનેશન કરી તેઓને વ્યવસાયને સ્થાપિત કરવામાં મદદરૂપ પણ થાય છે. ખરેખર પંચમહાલ જિલ્લામાં રોજગારી આપવાનું ખુબ જ સુંદર કાર્ય કરતી સંસ્થા બેરોજગાર લોકો માટે આશીર્વાદ સમાન ગણી શકાય.

10થી 30 દિવસની ટ્રેનિંગ આપીએ છીએ
અમારી સંસ્થા જિલ્લામાં 13 હજાર લોકોને તાલીમ અાપીને રોજગાર મેળવી રહ્યા છે. અમે 10 થી 30 દિવસ સુઘીની ટ્રેનીગ અાપીઅે છીઅે. હાલ ગોવિંદ ગામે અગરબત્તી બનાવતા શીખવાડીઅે છીઅે. અમે તાલીક નીશુલ્ક અાપીઅે છીઅે. અને તાલિમ લીધા બાદ રોજગાર ચાલુ કરવા બેંકની લોન અપાવવામાં પણ મદદ કરીઅે છીઅે.- દેવીદાસ દેશમૂખ , ડિરેક્ટર,RSETI, પંચમહાલ

અન્ય સમાચારો પણ છે...