તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તંત્રના સઘન પ્રયાસોના પરિણામે પંચમહાલ જિલ્લામાં કોરોનાની સ્થિતિ સતત નબળી પડી રહી છે. શનિવારે જિલ્લામાં કોરોના સંક્રમણનો એક પણ નવો કેસ નોંધાયો નથી જ્યારે સામે પક્ષે 4 દર્દીઓને સારવાર બાદ સ્વગૃહે પરત ફરવાની રજા મળતા જિલ્લાના કુલ સક્રિય સંક્રમિત દર્દીઓની સંખ્યા 19 રહેવા પામી છે.
જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના સંક્રમણના કુલ 3951 નોંધાયા છે, જ્યારે સારવાર બાદ કુલ 3792 દર્દીઓ કોરોનાને આકરી શિકસ્ત આપી ઘરે પાછા ફર્યા છે. અત્યાર સુધી જિલ્લાના શહેરી વિસ્તારોમાં 2888 કેસો અને ગ્રામીણ વિસ્તારોમાં 1063 કેસ નોંધાયા છે.
મહીસાગરમાં 01 પોઝિટિવ કેસ
મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના 1 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કુલ 2009 કેસ પોઝીટીવ નોધાયા છે. આજે જિલ્લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી વિરપુર તાલુકાના 1 પુરૂષે કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1949 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 36 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 45 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 122899 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 110 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.