કોરોના વાઈરસ:ગોધરામાં શનિવારે કોરોનાના ત્રણ પોઝિટિવના કેસ મળ્યા

ગોધરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોધરા શહેરમાં 5 દિવસ કોરોના શાંત રહ્યા બાદ શનિવારે ત્રણનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતાં પંચમહાલ જિલ્લામાં કોરોના 91 કેસ નોધાયા છે. ગોધરા શહેરના સાંપા રોડની સતકૈવલ સોસાયટીના 26 વર્ષનો યુવાન અને વાવડી બુઝર્ગની 35 વર્ષીય મહિલાનોરીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જયારે ગોધરાના સાપા રોડની પચવટી સોસાયટીમાં રહેતો 45 વર્ષીય યુવાનની તબિયત લથડતાં તેને સારવાર માટે વડોદરાની હોસ્પીટલ ખસેડયો હતો. જયા સારવાર દરમ્યાન શુક્રવારે તેનું મોંત થયું હતું. પણ મૃતક યુવાનનો કોરોના રીપોર્ટ શનિવારે પોઝીટીવ 

આવ્યો હતો .આમ ગોધરા શહેરમાં એક સાથે ત્રણ કોરોના પોઝીટીવ કેસ મળ્યા હતા. જ્યારે ગોધરાના મોદીની વાડીના કોરોના ગ્રસ્ત 72 વર્ષીય વુધ્ધની સારવાર વડોદરાની હોસ્પીટલમાં ચાલતી હતી. જયાં કોરોના ગ્રસ્ત વૃધ્ધનું શનિવારે સારવાર દરમ્યાન મોંત થયું હતું. પંચમહાલ જિલ્લામાં કોરોના 91 કેસી અને કોરોનાગ્રસ્ત બેના મોત થતાં જિલ્લામાં કોરોનાથી કુલ 9 ના  મોત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...