ગોધરાના સાંપારોડ પર આવેલ નવદીપનગર સોસાયટીમાં રહેતા અને બેંકના નિવૃત કર્મચારી 68 વર્ષિય મનહરભાઇ દેવાભાઇ ઝાલા સમાજના રેખાબેનની ઇક્કો ગાડી ભાડે કરીને 4 માર્ચના રોજ ધરેથી શહેરાના છાણીપ ખાતે રામાપીરના પાઠમાં ગયા હતા. ત્યાર બાદ મનહરભાઇ ઝાલા ધરે પરત ના આવતાં શોધખોળ કરવા છતાં કોઇ પત્તો ન મળતાં ગોધરાના એ ડીવીઝન પોલીસ મથકે ગુમ થયાની ફરીયાદ નોધાવી હતી.
પોલીસે શંકાના આધારે રેખાબેન કાંન્તીલાલ પરમાર, કાલોલના સંજય દેવીપુજર તથા રાહુલનાઓને શંકના આધારે અટકાયત કરીને પુછપરછ કરતાં તેઓએ મનહરભાઇની હત્યા કર્યાની કબુલાત કરી હતી. મનહરભાઇએ ભક્તિનગરમાં રહેતી રેખાબેન કાંન્તીલાલ પરમારને રૂા.35 લાખ ઉછીના આપ્યા હતા. મનહરભાઇને શ્રીલંકા ફરવા જવાનું હોવાથી રૂા.5 લાખ રેખાબેન પાસે માંગણી કરી હતી.
ઉછીના રૂપિયા માંગતાં મનહરભાઇની હત્યા કરવાનું રેખાબેને પુર્વ આયોજીક કાવતરૂ રચીને રેખાબેનની ઓફિસમાં કામ કરતા અને ગાડીનો ડ્રાઇવર કાલોલના સંજયભાઇ અમરસિંહ દેવીપુજર અને ઓફિસનો કોમ્પયુટર ઓપરેટર રાહુલ ઉફે પીન્ટુ રાવજીભાઇ પરમારનો ઇક્કો ગાડીમાં મનહરભાઇ ઝાલાને એકસઠ પાટીયા પાસેની નર્મદા કેનાલ પાસે લઇ જઇને સંજય અને રાહુલે મનહરભાઇને દોરડાથી ગળે ટુપો દઇને મારી નાખીને લાશને નર્મદા કેનાલમાં નાખી દીધી હોવાની કબુલાત કરી હતી. પોલીસે 3 સામે હત્યાનો ગુનો નોંધીને મનહરભાઇ ઝાલાના મૃતદેહને શોધવા નર્મદા કેનાલ શોધખોળ કરી હતી. પરંતુ હજુ સુધી મૃતદેહ મળી આવ્યો ન હતો.
મૃતદેહને શોધવા NDRFની ટીમ બોલાવાઇ
પોલીસે મામલો પૈસાની લેતીદેતી હોવાથી કડક પુછપરછ કરતાં આખરે ત્રણેવ જણે મનહરભાઇની હત્યા કરી હોવાનુ કબુલાત કરતા મૃતદેહને શોધવા એનડીઆરએફની ટીમને બોલાવીને શોધખોળ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.