ક્રાઇમ:ચોરીના દાગીના સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા ,એક આરોપી સગીરવયનો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરા LCB પોલીસે કડીમાં થયેલ ધરફોડ ચોરીના આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતાં. - Divya Bhaskar
ગોધરા LCB પોલીસે કડીમાં થયેલ ધરફોડ ચોરીના આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતાં.
  • મહેસાણામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો
  • રૂા​​​​​​​.3.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગોધરા એલ.સી.બી.પોલીસ ઇન્સપેક્ટર કે.પી.જાડેજાને ખાનગી બાતમી દાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે દાહોદ બાજુના ત્રણ ઈસમો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરણનગર અંબિકા સોસાયટીમાં એક મકાનમાંથી ઘરફોડ ચોરી કરી છે. ચોરીમાં સોના ચાંદીના ઘરેણાં તેમજ અન્ય મુદ્દામાલ એક થેલામાં ભરી ગોધરામાં વેચાણ કરવા ફરી રહ્યા છે. તેઅો હાલ ગોધરા બસ સ્ટેન્ડના ગેટ પાસે બેઠા છે. બાતમીના આધારે એલ.સી.બી, એસ.ઓ.જી અને ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટાફને ગોધરા બસ સ્ટેન્ડ ખાતે ખાનગી વોચ ગોઠવવામાં અાવ્યા હતા. બાતમી મુજબના વર્ણન આરોપીઓને ઝડપી પાડયા હતા.

જેમાં મિથુન ભગા ઉર્ફે ભગત વહોનીયા રહે.વહેલાવ, ગરબાડા અને હિતેશ સોમા કળમી રહે.માતવા, ગરબાડા જ્યારે ત્રીજો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હોવાનું ખુલવા પામ્યું છે. અને પોલીસે તેઓ પાસે રહેલા થેલાઓની તપાસ કરતા અંદરથી સોના ચાંદીના ઘરેણાં તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂા. 3.98.200નો ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યાર બાદ પોલીસે આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપીઓ એ જણાવ્યું હતું કે તેઓ દાહોદથી બસમાં મહેસાણાના કડી તાલુકાના કરણનગર ગામે અંબિકા નગર સોસાયટીના એક રહેણાંક બંધ મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો.

પંચમહાલ જિલ્લા પોલીસે મહેસાણા જિલ્લાના કડી તાલુકા પોલીસ મથકે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા હાથ લાગી હતી. ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...