તસ્કરી:ગોધરાના બામરોલી વિસ્તારમાં ચોરોનો આતંક વધ્યો, વધુ 1 બંધ મકાનમાં ચોરી

ગોધરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
બમરોલી રોડની એક સોસાયટી  અને અન્ય સોસાયટીમાં રાતે  ચોરી કરવાના આશયથી આવેલા ચડ્ડી બનિયાનધારી સીસીટીવીમાં કેદ થયા. - Divya Bhaskar
બમરોલી રોડની એક સોસાયટી અને અન્ય સોસાયટીમાં રાતે ચોરી કરવાના આશયથી આવેલા ચડ્ડી બનિયાનધારી સીસીટીવીમાં કેદ થયા.
  • માગ્લીયા સોસાયટીમાં ચોરી કરવા આવેલા 8 ચડ્ડી બનિયાનધારી CCTVમાં કેદ થયા
  • શિયાળાની​​​​​​​ ઠંડીનો ચમકારો શરૂ થતાં જ તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે

શિયાળાની ઠંડીનો ચમકારો શરૂ થતાં તસ્કરો ગોધરાના બામરોલી વિસ્તારને ટાર્ગેટ કરીને ચોરીને અજામ આપીને જાણે પોલીસને પડકાર ફેકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગોધરાના બામરોલી રોડ પર આવેલ જલારામ નગર-1ના બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી સરસામાન રફેદફે કરી ચોરીને અંજામ આપી રફુચક્કર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મકાન માલિક ઘરે પરત ફરતા મકાનમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. જેથી શહેર પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

ખાસ કરીને ગોધરાના બામરોલી રોડ આવેલી અંતરીયાળ સોસાયટી વિસ્તારમાં છાશવારે તસ્કરો નાની મોટી ચોરી સહીત બાઇકોની ઉઠાંતરી કરીને ચોરીને અંજામ આપી રહ્યા છે. જેથી પોલીસ પેટ્રોલિંગ સહિત પોઇન્ટની માગ સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે બામરોલી રોડ પરની સેતુ હેલ્થ કલબ પાસેની માગ્લીયા સોસાયટીમાં રાત્રીના સમયે 8 ચડ્ડી બનિયાનધારી ચોરો બે ખોફ ચોરીને અંજામ આપવા ફરી રહેતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

જેને લઇને સ્થાનિક રહીશોમાં ભય પ્રસરી ગયો છે.ચડ્ડી બનિયાનધારી રેકી કરવા આંટાફેરા મારીને ચોરી કરવાના આશયથી મકાનમાં ઘૂસતા કેમેરામાં કેદ થયા હતા. ત્યારે ગોધરામાં રાત્રી સમયે પોલીસ દ્વારા બામરોલી વિસ્તારની સોસાયટીઓમાં નાઇટ પેટ્રોલિંગ સધન બનાવવાની માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...