કાર્યવાહી:ચલાલી ગામેથી રેતી સ્ટોરેજ પર છાપો મારીને રૂ 65 લાખના વાહનો સીઝ કર્યા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાણખનીજ વિભાગે રેતી સ્ટોરેજ પર છાપો મારીને વાહનો સીંઝ કર્યા. - Divya Bhaskar
ખાણખનીજ વિભાગે રેતી સ્ટોરેજ પર છાપો મારીને વાહનો સીંઝ કર્યા.
  • વેજલપુર પોલીસ અને ખનીજ વિભાગની સંયુક્ત કામગીરીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ
  • સ્ટોરેજની રેતીની માપણી કરી દંડ સહિત ખનીજ માફિયાઓને નોટિસ આપવાની કાર્યવાહી

કાલોલ તાલુકાની ગોમા નદીમાં ખનીજ રેતીની ચોરી ડામવા ખાણખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્રએ કમર કસી હતી. તેમ છતાં ખનીજ માફિયાઓ બેફામ બનીને બિંદાસ ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ પરથી ખનીજ ચોરી કરતાં હોય છે. ખનીજ વિભાગે તાજેતરમાં જિલ્લા કલેક્ટર અને પોલીસવડાની સૂચનાઓથી મોટી કાર્યવાહી કરી હતી. તેમ છતાં ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરીને રેતી સ્ટોરેજમાં જમા કરાવી રહ્યા છે. જેને લઇને ખાણખનીજ વિભાગની ટીમને બાતમી મળી કે વેજલપુરના ચલાલી ગામે આવેલ રેતી સ્ટોરેજમાં ગેરકાયદે ખનીજનો સંગ્રહ કરેલ છે.

તેવી બાતમીથી પંચમહાલ ખાણખનીજ વિભાગ અને વેજલપુર પોલીસની સંયુક્ત ટીમે ચલાલી ગામે રેતી સ્ટોરેજ પર છાપો મારીને ખનીજ ચોરીના ઉપયોગ લેવાયેલા 3 વાહનો કબજે કર્યા હતા. વિભાગે સ્ટોરેજની રેતીની માપણી સહિતની કામગીરી કરીને ખાણખનીજ વિભાગે રૂા.65 લાખ જેટલા વાહનો જપ્ત કરીને ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવા નોટિસ સહિતની કામગીરી હાથ ધરી હતી.

નદીમાંથી ચોરી રોકવા ચોકી ઉભી કરી હતી
કાલોલની ગોમાં નદીમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી છે. જેને લઈને કિનારા પરના ગામમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. ખનીજ ચોરીને ડામવા ખનીજ વિભાગે ફરતી ચોકી બનાવી હતી. તેમ છતાં ખનીજ ચોરી ચાલી રહી છે. ખાણ ખનીજ વિભાગે ગોમાં નદીમાં થતી ખનીજ ચોરી બંધ કરવા વધુ પગલાં ભરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...