ઉજવણી:પંચમહાલ તથા મહિસાગરમાં ઠેરઠેર દિવાળીની ઉજવણી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ તથા મહિસાગર જિલ્લામાં ગુરૂવારે ઠેરઠેર ઉલ્લાસભેર પ્રકાશનું પર્વ ઉજવાયુ હતું. સાંજના અંધકારમય વાતાવરણમાં પરિવારજનો તથા મિત્ર મંડળ સાથે એકત્રીત થઇ ફટાકડા ફોડી આનંદ માણ્યો હતો. અાજે નુતન વર્ષ નિમીત્તે જિલ્લાવાસીઓ નવા વસ્રમાં સજ્જ થઇ મંદિરોમાં દર્શનાર્થે જશે.

તેમજ સગાસબંધીઓ તથા મિત્રોને અરસ પરસ સુખમય જીવન માટે શુભકામનાઓ પાઠવવા મુલાકાતનો દૌર જમશે.ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, જાંબુઘોડા, ઘોઘંબા, મહિસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, દિવડા કોલોની સહિત તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારમાં હર્ષોલ્લાસભેર પ્રકાશ પર્વ (દિવાળી) ઉજવી હતી. શુક્રવારે નુતન વર્ષ સાથે વહેલી સવારથી પુજા અર્ચનામાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...