રાવ:ટુવા પાસેના પેટ્રોલપંપમાં 1.51 લાખની ચોરીની ફરિયાદ નોધાઇ

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટોપી પહેરી ચોરી કરતો ચોર સીસીટીવીમાં ઝડપાયો

ગોધરાના ટુવા પાસે આવેલા પેટ્રોલપંપ પર રાત્રીના સમયે કર્મચારીઓ સુતા હતા. તે દરમિયાન અજાણ્યોચોર પેટ્રોલપંપના પાછળના ભાગેથી અંદર પ્રવેશીને ડ્રોવરમાંથી 1.51 લાખની ચોરી કરીને પલાયન થયો હતો.ચોરી કરતો ચોર પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. ટુવા પાસે સવિતાબેન એન્ડ સન્સ પેટ્રોલપંપે બુધવારની રાતે ચાર કર્મચારીઓ નાઇટ ડયુટી પતાવીને ઓફિસની આગળના ભાગે તાળું મારીને ઉંધી ગયા હતા. તે દરમ્યાન રાત્રીના સમયે અજાણ્યો ચોર મોટર સાઇકલ લઇને પેટ્રોલપંપ આવેલ હતો તેને બાઇક મુકીને પેટ્રોલપંપની ઓફિસની પાછળના ભાગે આવેલ કાચની બારી ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો.

ચોરે ટેબલના ડ્રોવરના લોક તોડીને અંદર મુકેલા રુપીયા એકાવન હજારની ચોરી કરીને લઇ ગો હતો. વહેલી સવારે કર્મચારીઓ ઉઠતાં તેઓએ બારી ખુલ્લુ દેખતા ચોરી થયાનું માલુમ પડયું હતુ.પેટ્રોલપંપના સીસીટીવી ચેક કરતા ટોપી અને લાલ કલરનો જબ્બો પહેરેલ ઇસમ બારી ખોલીને અંદર પ્રવશીને ડ્રોવરમાંથી આખા દિવસનો વકરો 1.51 રોકડ રૂપિયાની ચોરી કરતો કેમેરામાં કેદ થયો હતો. પેટ્રોલપંપના કર્મચારીએ કાંકણપુર પોલીસ મથકે ચોરીની ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...