તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાનપેટીની ચોરી:બામરોલી રોડ પરના કૃષ્ણેશ્વર મંદિરે 8 માસમાં બીજીવાર ચોરી

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
બામરોલી રોડ પરના કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો દ્વારા સામાન રફેદફે કરવામાં આવ્યો હતો - Divya Bhaskar
બામરોલી રોડ પરના કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો દ્વારા સામાન રફેદફે કરવામાં આવ્યો હતો
 • મંદિરના પૂજારી આરતી પૂજા માટે આવ્યા ત્યારે ચોરીની જાણ થઇ
 • દાનપેટીની રકમ મળીને આશરે 20 હજારની ચોરી કરી ફરાર

ગોધરાના બામરોલી રોડ પરના મહાદેવ મંદીરને તસ્કરોને નિશાન બનાવીને ચોરીને અંજામ અાપ્યો હતો. અા મંદીરમાં અગાઉ પણ ચોરીની ઘટના બની હતી. તસ્કરો મંદીરનો દાનપેટી સહીત મળીને અાશરે 20 હજારનામત્તાની ચોરી કરી ને ભાગી ગયા હતો. બનાવની જાણ પોલીસને કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરાના બામરોલી રોડ ઉપર અાવેલા કૃષ્ણનગર સોસાયટીમાં કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરને શુક્રવારે સવારે નિત્યક્રમ મુજબ મંદિરના પૂજારી આરતી પૂજા માટે દ્વારા ખોલવા માટે આવ્યા હતા. દરમિયાન મંદિરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો અને દરવાજો ખુલ્લો જોવાયો હતો.

જેથી મંદિર સંચાલક અને આજુબાજુના રહીશો એકત્રિત થયા હતા. મદિરમાં તપાસ કરી હતી. દરમિયાન દાન પેટી અને તિજોરીનું તાળું તોડી તમામ સામાન રફેદફે થયેલો જોવાયો હતો. બનાવ અંગે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરવા ઉપરાંત સોસાયટીમાં પોલીસનો રાત્રી દરમિયાન બંદોબસ્ત મુકવા માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે આઠ માસ અગાઉ આ મંદિરમાં ચોરી થઈ હતી. બીજી વાર થયેલી ચોરીના બનાવમાં પણ અંદાજીત 20 હજારની મતા હોવાનું બિન સત્તાવાર જાણવા મળ્યું હતું. ચોરીના બીજા બનાવને પગલે સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો