કંજરી ગામના જુના સંચાવાળું ફળીયામાં રહેતો 20 વર્ષિય યુવક સંદિપભાઇ દિલીપભાઇ પરમાર ઘરે મોબાઇલ પર ગેમ રમતો હતો. તે દરમ્યાન તેની માતા અાવીને મોબાઇલ પર ગેમ રમવાનું બંધ કરવાનું કહીને ઠપકો અાપીને ખાટલો પકડવાનું કહેતાં સંદિપ અેકદમ ગુસ્સે ભરાઇ ગયો હતો.
સંદિપને મનમાં લાગી અાવતાં ઘરેથી નીકળીને રૂપાપુરા ગામ પાસેની નર્મદાની મેઇન કેનાલમાં કુદીને પડી ગયો હતો. કેનાલમાં સંદિપ કુદી ગયો હોવાની જાણ તેના પરિવારને થતાં કેનાલમાં તરવૈયાની મદદથી શોધખોળ કરી હતી. અાખરે કાલોલના કણેટીયા ગામ પાસેના નર્મદા કેનાલના પાણીમાંથી સંદિપ પરમારની લાશ મળતાં પરિવારમાં ગમગીની પ્રસરી ગઇ હતી. અા અંગેની અકસ્માતે મોતની નોંધ કાલોલ પોલીસ મથકે નોધાઇ હતી. ત્યારે મોબાઇલ પર ગેમ રમવામાં મશગુલ રહેનાર યુવકો માટે ખતરો કિસ્સો બની ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.