કાર્યવાહી:ખોટા દસ્તાવેજથી બીજો પાસપોર્ટ બનાવનાર મહિલા ઝડપાઇ ગઇ

ગોધરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
  • પ્રથમ પાસપોર્ટ વર્ષ 2006થી 2016 સુધીનો હોવા છતાંય પાસપોર્ટ કઢાવતા અપરિણીત હોવાનું ખોટું સોગંદનામું કર્યું

ગોધરા શહેરના મુસ્લિમ સોસાયટી બી, અબરાર મસ્જિદ ખાતે રહેતા મેમુનાખાતુન મોહમદહનીફ દુરવેશ દ્વારા પોતાની પાસેનો પ્રથમ પાસપોર્ટ વર્ષ 2006થી 2016 સુધીનો હોવા છતાં તે સમયગાળા દરમિયાન પોતે પરિણીત હોવા છતાં પાસપોર્ટ કઢાવતી વખતે તે માહિતી છુપાવી અપરણિત હોવાનું ખોટું સોગંધનામું કરાવી એક પાસપોર્ટ હોવા છતાં તે ચાલુ સમયગાળામાં બીજો પાસપોર્ટ ના કઢાવી શકાય તે જાણતા હોવા છતાં પણ તે જ સમયગાળા દરમિયાન જરૂરી પુરાવાઓ રિઝીયોનલ ઓફિસ અમદાવાદ ખાતે રજૂ કરી બીજો પાસપોર્ટ વર્ષ 2009થી 2019 સુધીનો ગેરકાયદેસર રીતે કઢાવી ખોટો દસ્તાવેજ ઠગાઈ કરવાના હેતુથી બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરવા પાસપોર્ટ કઢાવી ગુન્હો કર્યો હતો.

જેથી આ મામલે એસ.ઓ.જી.ગોધરાએ મહિલા સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...