તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીનો વેડફાટ:ગોધરા-લુણાવાડા રોડ પર પાણીની લાઇન તોડાતાં રહીશો તરસ્યાં રહ્યા

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોન્ટ્રાકટર દ્વારા 10થી વધુ વખત પાણીની પાઇપ લાઇન તોડી નંખાઇ
 • વાયર નાખવાની કામગીરીમાં પાણીની લાઇન તોડતાં પાણીનો વેડફાટ

ગોધરા શહેરમાં જીઅો કંપની દ્વારા રોડની સાઇડ ઉપર વાયર નાખવાની કામગીરી કરી રહ્યા છે. તેઅો દર 100 મીટર ચેમ્બર બનાવીને મશીનથી વાયર નાખવાની કામગીરી કરતાં અનેક વાર શહેરની પાણીની પાઇપ લાઇન તોડી નાખે છે. અાડેધડ કામગીરીને લઇને કોન્ટ્રાકટર દ્વારા પાણીની પાઇપ લાઇન તોડી નાખતાં વિસ્તારના રહીશો પાણી માટે વલખા મારવાની નોબત અાવે છે.

ગોધરા નગર પાલિકાને તાત્કાલીક મંજુરી અાપવાનો પરીપત્ર સરકારે અાપ્યો હોવાનું નગર પાલિકાના અધિકારી જણાવી રહ્યા છે. પણ જીઅો કંપનીના કોન્ટ્રાકટર દ્વારા થતી કામગીરીથી પાણીની પાઇપ લાઇનો તોડી નાખે ત્યારે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. અત્યાર સુધી ગોધરા શહેરમાં 10 થી વધુ જગ્યાઅે કોન્ટ્રાકટરની કામગીરી દરમ્યાન પાણીની પાઇપ લાઇન તોડી નાખવામાં આવતાં પાણીનો વેડફાટ અને રહીશો પાણી વિનાં અટવાયા હોવાનું પાલીકાના પાણી પુરવઠા અધીકારી જણાવી રહ્યા છે.

તાજેતરમાં લુણાવાડા રોડ પર કોન્ટ્રાકટર દ્વારા રોડ સાઇડ ઉપર પાણી ની પાઇપ લાઇન તોડી નાખતાં હજારો લીટર પાણી રોડ પર વહી ગયું હતું. અને સાથે અે વિસ્તારના રહીશો બે દિવસ પાણી વગર રહ્યા હતા. અામ જીઅો કંપનીના કોન્ટ્રાકટરના ભોગે શહેરના અનેક વિસ્તારના લોકો તરસ્યા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો