ગ્રામજનો પરેશાન:પશ્ચિમ ભામૈયાના ગ્રામજનોએ MGVCLની કામગીરી કરી

ગોધરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગ્રામજનોએ જાતે વિજલાઇન પરના ઝાડી ઝાંખરા સાફ કર્યા હતા. - Divya Bhaskar
ગ્રામજનોએ જાતે વિજલાઇન પરના ઝાડી ઝાંખરા સાફ કર્યા હતા.
  • પ્રજાની ફરિયાદ નહી સાંભળવાથી ટેવાઇ ગયેલા અધિકારીઓ
  • વારંવાર રજૂઆતો છતા કામગીરી કરવામાં આવતી નથી

રાજ્યમાં વિજ પ્રવાહને લગતી કામગીરી સારી રીતે થાય તે હેતુથી ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા ચાર અગલ અગલ ઝોન પાડવામાં અાવ્યા પરંતુ જવાબદારી પૂર્વ કામગીરી નહી કરવા તથા પ્રજાની ફરીયાદ નહી સાંભળવાથી ટેવાઇ ગયેલા અધિકારીઅો તથા કર્મચારીઅોમાં કોઇ બદલાવ અાવ્યો નથી. જેને કારણે ગ્રામજનો પરેશાન થઇ રહ્યા છે. અાવો જ અનુભવ ગોધરા તાલુકાના પશ્ચિમ ભામૈયા ગામના ગ્રામજનોને MGVCLના અધિકારી પાસેથી થયો છે.

જેમા MGVCL દ્વારા ચોમાસા પહેલા તથા ચોમાસા બાદ કરવામાં અાવતી કામગીરી જેવી કે વિજ તારને નડતર રૂપ ઝાડી ઝાંખરા, વૃક્ષની ડાળોનુ કટીંગ, વિજ પોલ ઉપર ચઢેલી નકામી વેલો, ડી.પી.ની આજુબાજુ ઉગી નિકળેલા નકામા ઘાસની સાફસફાઈ કરવાની હોય છે.

સાફ સફાઇ કરવામાં ન અાવતા વિજ પૂરવઠામાં વિક્ષેપ પડતો હતો. તથા પશુધન પણ મોતને ભેટ્યા હોવાના બનાવો બનતા MGVCL ખાતે પશ્ચિમ ભામૈયાના ગ્રામજનો દ્વારા વારંવાર વિજલાઇન પર અાવતા વિક્ષેપોને દુર કરવા રજુઅાત કરવામાં અાવતી હતી. પરંતુ ગ્રામજનોની ફરીયાદ નહી સાંભળવાથી ટેવાઇ ગયેલા અધિકારી તથા કર્મચારી દ્વારા કામગીરી નહી કરવામાં અાવતા ન છુટકે ગ્રામજનો દ્વારા MGVCLઅે કરવાની કામગીરી જાતે કરવા મજબૂર બન્યા છે. અને MGVCL સામે ગ્રામજનોનો રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...