તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામજનોનો પારો આસમાને:કોઠંબાના ગ્રામજનોએ માસ્કના મુદ્દે પોલીસ સ્ટેશન પર હલ્લાબોલ કરી આક્રોશ ઠાલવ્યો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયરન વગાડતાં ગ્રામજનો પોલીસ મથકે ભેગા થયા - Divya Bhaskar
સાયરન વગાડતાં ગ્રામજનો પોલીસ મથકે ભેગા થયા
  • ગામડાના લોકોને માસ્કનો દંડ ફટકારવાથી ખરીદી કરવા ન આવતાં વેપાર પર અસર પડી
  • ગ્રામજનોના ટોળાં દ્વારા પોલીસ મથકે પહોચીને કાર્યવાહી બંધ કરવાની રજૂઆત કરવામાં આવી

કોરોનાને રોકવા સરકારે માસ્ક ફરજીયાત પહેરવાનો અાદેશ અાપ્યો છે. જે માસ્ક ન પહેરે તો તેને 1000નો દંડ ફટકારે છે. ત્યારે કોઠંબા ગામે કોરોનામાં ધંધા રોજગારી પડી ભાગ્યા હતા. કોઠંબા પોલીસ દ્વારા માસ્ક વગર અાવતા અાસપાસના ગામના લોકોને દંડ ફટકારતાં લોકો અાવતા અોછા થયા હતા. હાલ ચોમાસુ ચાલતું હોવાથી મજુર વર્ગની ખેતી કામ બહુ જરુર પડતી હોય છે. પણ પોલીસના માસ્ક ચેકિંગને લઇને મજુર વર્ગ કોઠંબામાં અાવતા ન હોવાથી ગ્રામજનો સહનશક્તિ તુટી જતાં ગામમાં સાયરન વગાડીને ગ્રામજનોને પોલીસ મથકે ભેગા કરવાનું જણાવતાં લોકોના ટોળાં પોલીસ મથકે અાવી હલ્લાબોલ કર્યો હતો. માસ્કના મુદ્દે અને કોઠંબા પોલીસ મથકના 3 પોલીસની હેરાનગતિ બહુ હોવાના અાક્ષેપ કરીને ટોળાં પોલીસ મથકે પહોંચ્યા હતા.

કોઠંબા પોસઇઅે ગ્રામજનોની રજુઅાત સાંભળી હતી. બહારથી લોકો ખરીદી કરવા ન અાવતાં ધંધા પડી ભાગતાં વેપારીઅો માંખી મારી રહ્યા છે. ત્યારે ગ્રામજનોઅે રજુઅાત કરી કે બહારથી વાહનો પર અાવતાં લોકોને પોલીસ ખોટી રીતે હેરાની કરીને દંડ ફટકારતા ગરીબ લોકો ધરેણા વેચીને પોલીસને દંડ ભરે છે. તેવી પણ રજુઅાત કરી હતી. મહિસાગર જિલ્લા મહામંત્રી રાવજીભાઇ પટેલ, અેપીઅેમસી ચેરમેન ગોવીંદભાઇ પટેલ અને અાગેવાનોઅે હેરાનગતી કરનાર પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હાલ ચોમાસામાં મજુરવર્ગ ન અાવતા ખેતી પડી ભાગે તેવી અાશકાને લઇને ગામજનોઅે કોંઠબા પોસઇ અેસ.અેસ.ડામોરને માસ્ક મુદ્દે રજુઅાત કરી હતી.

મજુર નહિ અાવતાં ખેતીમાં માર પડ્યો
ખેતીવાળુ ગામ છે. અેટલે અાજુબાજુના પચાસ ગામના લોકો રોજગારી અર્થે કોઠંબા અાવતા હોય છે. પરંતુ માસ્કના મુદ્દે છેલ્લા 6 માસથી મજુરી વર્ગ નહિ અાવતાં ખેતીમાં ખુબજ માર પડી રહ્યો છે >દિનેશભાઇ પરસોત્તમભાઇ પટેલ , ખેડૂત

પોલીસ દુકાનમાં અાવીને દાદાગીરી કરે છે
હુ મારી દુકાનમાં બેઠો હતો અને પોલીસ અાવી માસ્ક મુદ્દે મારી પાસેથી ખોટો દંડ વસુલ્યો હતો. ગ્રાહક સાથે વાત કરવામાં સમસ્યા પડતાં માસ્ક હટાવીને વાત કરતો હતો. દુકાનમાં અાવીને દાદાગીરી કરે છે. પોલીસ ગામમાં દારૂના અડ્ડા બંધ કરાવો તો ખરા! >ભાવેશભાઇ પટેલ ,દુકાનદાર

હેરાનગતિ કરતાં પોલીસની બદલીની વાત કરીશંુ
સરકારના હુકમ મુજબ માસ્કની કાર્યવાહી કરતા ગ્રામજનો રજુઅાત કરવા અાવ્યા હતા. જો કોઇ પોલીસવાળા હેરાનગતિ કરતાં હશે તો તેઅોની બદલી કરવાની વાત કરીશું, કોરોનામાં અેકત્રીત થયેલા ગામના લોકોને જરૂરથી સાથ સહકાર અાપીશું >અેસ.અેલ.કામોલ, કોઠંબા પોસઇ

અન્ય સમાચારો પણ છે...