મિલન:કહ્યા વિના ચાલ્યા ગયેલા બે ભાઇ પાવાગઢ જંગલમાંથી મળી આવ્યા

ગોધરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છીકરિયા ગામના બે ભાઇઓને શોધી કાઢવામાં આવ્યા
  • ઘરેથી કોઇને કહ્યા વગર ચાલ્યા જતાં સેવાલીયા પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવી હતી

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના છીકારીયા ગામના કરણભાઇ હરજીભાઇ અાબળીયા તથા કીરીટકુમાર હરજીભાઇ અાબળીયાનાઅો ધરેથી કોઇને કહ્યા વગર ચાલ્યા જતાં સેવાલીયા પોલીસ મથકે ફરીયાદ નોધાઇ હતી. પાવાગઢ પોલીસ મથકના પોસઇ અાર.જે.જાડેજા તથા સ્ટાફ પેટ્રોલીગમાં હતો. તે દરમ્યાન બાતમી મળી કે સેવાલીયા પોલીસ મથકના ધરેથી કહ્યા વગર ચાલ્યા ગયેલા બંને ભાઇઅો પાવાગઢ જંગલમાં છે. તેવી બાતમીના અાધારે પોલીસ પાવાગઢ જંગલમાં જઇને બંને ભાઇઅોને શોધી કાઢયા હતા.

તેઅોની પુછપરછ કરતાં અમો અમારા કાકા કાકી સાથે રહેતા હતા. તેઅોઅે અમને ઠપકો અાપવામાં આવતાં અમને લાગી અાવતાં અમે ભાઇઅો ઘરેથી નાસી જઇને પાવાગઢ માંચી ખાતે રહેતા હતા. પોલીસે બંને ભાઇઅોના કુંટુબીઅોને જાણ કરીને તેઅોનુ પરીવાર સાથે મિલન કરાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...