તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ:પંચમહાલમાં કોરોનાના 5 કેસ નોંધાતાં કુલ આંક 9586 થયો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે કોરોનાના 12 દર્દીઅો સાજા થયા

પંચમહાલ જિલ્લામાં રવિવારે 5 કોરોનાના પોઝીટીવ દર્દીઅો મળી અાવતા જિલ્લામાં કોરોના કુલ 9586 કેસ થવા પામ્યા હતા. 12 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 62 થવા પામી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી ગોધરા શહેર 3 અને શહેરા શહેરામા|થી 2 કેસ મળી અાવતા શહેરી વિસ્તારોમાંથી મળી આવેલા કેસોની સંખ્યા 5515 થઈ છે.

જયારે રવિવારે ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોના અેક પણ કેસ મળી અાવ્યો નથી.ગ્રામીણ વિસ્તારમાં કોરોના કુલ કેસની સંખ્યા 4071 થવા પામી છે. 9338 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વગૃહે પરત ફર્યા હતા. જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડથી 119 દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં 45 વર્ષથી ઉપરના લોકોનુ વેકસિનેશ ચાલી રહ્યું છે. રવિવારે 45 વર્ષથી ઉપરના 133 વ્યક્તિઅોઅે રસી મુકાવતા જિલ્લામાં કુલ 272869 વ્યક્તિઅોઅે રસી મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...