તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પંચમહાલમાં કોરોનાના કુલ કેસોમાં સ્ત્રીઓ કરતાં પુરુષોમાં 71 ટકા જેટલું સંકમણ વધ્યું

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં શનિવારે સંક્રમણના 28 કેસ સાથે કોરોનાના કુલ કેસ 4390, હાલ 202 સક્રિય કેસ સારવાર હેઠળ
 • ગોધરા તાલુકામાં:17, હાલોલ શહેર: 6 , કાલોલ શહેર:4 ,મોરવા(હ):1 કેસ, 2 દર્દીના મોત, અત્યારસુધી કોવિડથી 69 મોત

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહેતાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. તેની સામે કોરોના દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ પામવાનો આંકડો અવિરત પણે વધી રહ્યો છે. શનિવારે પંચમહાલમાં કોરોનાના 28 પોઝિટિવ કેસ મળી આવતાં જિલ્લામાં કુલ 4390 કેસ થવા પામ્યા હતા. શનિવારે ગોધરા શહેરમાં 15, હાલોલ શહેરમાંથી 6 અને કાલોલ શહેરમાંથી 4 કેસ નોધાતાં વધુ 21 કેસ મળી આવતાં શહેરી વિસ્તારમાં કોરોનાનો કુલ આંકડો 3285 થયો હતો. જ્યારે ગોધરા ગ્રામ્યમાં 2 અને મોરવા(હ) ગ્રામ્યમાં 1 કેસ નોધાયા હતા.

આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધી કુલ 1105 કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ગ્રામ્ય કરતાં શહેરી વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતાં શહેરી વિસ્તારમાં કોરોના કેસનો આંકડો ગ્રામ્ય કરતાં ત્રણ ઘણો વધારે જોવા મળ્યો હતો. શનિવારના રોજ જિલ્લામાં વધુ 23 કોરોના દર્દીઓ સાજા થતાં તેઓને રજા અપાઇ હતી. આમ જિલ્લામાં અત્યારસુધી કુલ 4043 દર્દીઓ સાજા થયા હતા. હાલ જિલ્લાના 202 કોરોના સક્રીય દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

આરોગ્ય વિભાગે બે કોરોના દર્દીઓના મોત થયા હોવાનું સ્વીકારતાં જિલ્લામાં કોવિડથી 69 અને નોન કોવિડથી 75 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું હતું. જિલ્લામાં જાહેર કરાયેલા કોરોનાના કુલ 4390 કેસમાં પુરુષોની સંખ્યા 3130 છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લાની સ્ત્રીઓ કરતાં કોરોનાનંુ સંક્રમણ પુરુષોમાં વધુ જોવા મળી રહ્યું છે. જિલ્લાના કોરોનાના કુલ કેસમાં 71 ટકા પુરુષો અને 29 ટકા જેટલી સ્ત્રીઓ કોરોનાગ્રસ્ત બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો