તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:ગોધરા શહેરમાં 13 કોરોના કેસ સાથે કુલ આંકડો 4576

ગોધરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કુલ 26 કેસ, 9 દર્દી સાજા થતાં રજા અપાઇ
 • ગોધરામાં સંક્રમણ વધ્યું છતાં કોરોનાને લઇ લોકો બિન્દાસ્ત

પંચમહાલ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ કાબુ બહાર જતાં જિલ્લામાં શનિવારે 26 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ કોરોના કેસ 4576 થયા હતા. શનિવારે કોરોના ગોધરા શહેરમા બેકાબુ બનતાં શુક્રવારે 3 કેસ પરથી પાછો ઉછાળો મારીને શનીવારે 13 કોરોના કેસ મળી આવ્યા હતા. ગોધરા શહેરમાં કોરોના સંક્રમણ ફેલાતું હોવા છતાં લોકો બેજવાબદાર બનીને સોશિયલ ડીસ્ટન્સનો ભંગ અને માસ્ક વગર ફરતા લોકો નજરે પડે છે.

ગોધરા શહેરમાં કોરોના કેસ પર કાબુ મેળવવા નગરજનોએ વહીવટી તંત્ર પર આધાર રાખ્યા વગર સ્વૈચ્છીક રીતે બિનજરૂરી બહાર નિકળવાનું ટાળવું જોઇએ. શનીવારે જિલ્લામાં મળેલા 26 કેસમાં ગોધરામાં 13, હાલોલમાં 6 અને કાલોલમાં 1 કોરોના કેસ મળીને શહેરી વિસ્તારમાં કોરોના કેસ 3435 થયા હતા. જયારે ગ્રામ્ય એવા ગોધરામાં 2, હાલોલમાં 1, કાલોલમાં 2 તથા ઘોઘંબામાં 1 કેસ નોંધાતા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કુલ 1141 કેસ નોધાયા છે.

શનિવારે 9 કોરોના દર્દીઓ સાજા થયા હતા. હાલ 252 કોરોના સક્રીય દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જિલ્લામાં કોવિડથી 70 અને નોન કોવિડથી 82 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

ગોધરા સિવિલમાં Rtpcrનું મટિરિયલ ખલાસ
ગોધરામાં કોરોના સંક્રમિતોમાં વધારો થતાં લોકો જાતે કોરોના ટેસ્ટ કરાવા ગોધરા સિવિલના કોવિડ સેન્ટરમાં પહોંચી રહ્યા છે. લોકોમાં જાગૃતતા આવતાં ગોધરા સિવિલમાં Rtpcr ટેસ્ટનું મટિરિયલ ખલાસ થઇ ગયું છે. જેને પગલે ટેસ્ટ ન થતાં કેટલાક લોકોને વિલા મોઢે પાછા ફરવાનો વારો આવ્યો હતો. કોવિડ સેન્ટરમાં Rtpcr ટેસ્ટનું મટિરિયલ ન હોવાની જાણ આરોગ્ય અધિકારીને થતાં તેઓએ તાત્કાલીક સિવિલ સર્જનને Rtpcr મટિરિયલની ખરીદી કરવાનું સૂચન આપ્યું હતું.

ગૃહમંત્રી પ્રદીપસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
શનિવારે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શુક્રવારે મોરવા હડફ ખાતે ભાજપ કાર્યાલયના શુભ આરંભ વખતે તેઓ હાજર હતા. તેમની સાથે ભાજપના ધારાસભ્યો, સાંસદ સહિત ભાજપના મોટા નેતાઓ પણ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો