ત્રીજી લહેર મંદ પડી:પંચમહાલમાં કોરોનાની ત્રીજી લહેર મંદ પડી, 43 દિવસમાં કુલ 1738 કોરોના કેસ

ગોધરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી લહેરમાં કેસ ઘટતાં બાલમંદિર, કેજી સહિતની શાળાઅો અાજથી ખુલશે

પંચમહાલ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર 26 ડિસેમ્બરના રોજથી શરૂ થઇ હતી. પહેલી અને બીજી લહેર કરતા ત્રીજી લહેરમાં સંક્રમણ ઝડપી ફેલાતાં ત્રીજી લહેરના 43 દિવસમાં જિલ્લામાં કુલ 1738 કેસ નોધાયા છે. કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના ધાતક ન હોવાથી મોટાભાગના કોરોના દર્દીઅોને હોમ અાઇસોલેશન રાખીને સારવાર અાપવામાં અાવી હતી. જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં અારોગ્ય વિભાગ અને ખાનગી લેબોરેટરીમાં કુલ 189490 ટેસ્ટ કરતા કુલ 1738 કોરોના દર્દીઅોનો રીપોર્ટ પોઝીટીવ અાવ્યા હતા.

અામ જિલ્લામાં પોઝીટીવ રેટ 0.92 ટકા રહ્યો હતો. બીજી લહેર કરતાં કોરોનાની ત્રીજી લહેર સામાન્ય રહેતાં જિલ્લામાં 43 દિવસમાં કોરોના 13 દર્દીઅોના મોંત થયા હતા. જિલ્લામાં ત્રીજી લહેરમાં સાૈથી વધુ કેસ 20 જાન્યુઅારીના રોજ 110 કેસ નોધાયા બાદ જીલ્લામાં કોરોના કેસોમાં ઘટાડો થવા પામ્યો હતો. છેલ્લા 7 દિવસમાં જિલ્લામાં 115 કેસ નોધાયા છે. અામ જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો થતા હાલ જિલ્લામાં 102 કોરોના અેકટીવ કેસ રહ્યા છે. રાજય સહીત જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો થતાં અાજે ગુરૂવારથી બાલમંદીર, કે.જી સહીતની શાળાઅોનું શૈક્ષણીક કાર્ય શરૂ કરશે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરમાં અસર અોછી વર્તાઇ હતી.

1582 દર્દીઅો હોમઅાઇસોલેશનમાં સાજા થયા
જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં કુલ 1738 કેસમાંથી જિલ્લાના રૂરલ વિસ્તારમાં 733 દર્દીઅો અને અર્બન વિસ્તારમાં 890 દર્દીઅો સાજા થતાં જિલ્લાનો ડીસ્ચાર્જ રેટ 93.38 ટકા રહ્યો છે. જિલ્લામાં 1738 દર્દીઅોમાંથી 13 દર્દીઅોના મોત થતાં ડેથ રેટ 0.75 ટકા રહ્યો છે. હાલ જિલ્લામાં 102 અેકટીવ કેસ સારવાર હેઠળ છે. જિલ્લાના કુલ 1738 કેસમાંથી 1623 દર્દીઅોમાંથી 41 દર્દીઅોઅે હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જયારે 1582 કોરોના દર્દીઅો હોમઅાઇસોલેશનમાં રહીને સાજા થયા હતા.

તાલુકાકોરોનાપોઝિટિવ
ટેસ્ટકેસ
ગોધરા58082800
હાલોલ23646459
કાલોલ21742161
જાંબુઘોડા700790
ઘોઘંબા20735116
મોરવા(હ)2716519
શહેરા3111393
અન્ય સમાચારો પણ છે...