સાજોરામાં રહી અને ખેતી તથા સેન્ટીંગ કામનો ધંધો કરતા દલસુખભાઇ બારીયાને જીઓ કંપનીના નામથી મોબાઇલ નંબર 9643697302, 6395304400 થી વાત કરી જણાવ્યુ કે તમારી જમીનમાં જીઓ કંપનીનુ ટાવર ઉભો કરવાની અને ભાડુ આપવાની લાલચ આપી ભેળવી વોટસએપ 7983085490 પર ડોકયુમેન્ટ મંગાવી દલસુખભાઇના પિતા અમરાભાઇ બારીઆના નામથી Telecent Regulatery of indiaનો પત્ર તથા ઇન્કમ ટેકસનો પત્ર તથા 10000નો સ્ટેમ્પ તથા બેંક ઓફ અમેરીકાનો પત્ર તથા અમેરીકા એક્સપ્રેસ કુરીયરની પહોંચ સહી સીક્કાવાળા ખોટા બનાવટી ડોકયુમેન્ટ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી દલસુખને વોટસએપ ઉપર મોકલ્યા હતા.
તેમજ IDFC BANKના એકાઉન્ટ નં. 10062020000માં રૂા.5000, KOTAK MAHINDRA BANKના એકાઉન્ટ નંબર 5113478562માં રૂા. 39.900, RBL BANK LIMITEDના એકાઉન્ટ નંબર 309012026704માં રૂા. 2.26.000 મળી રૂા. 2.70.930 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઈ દલસુખભાઇ સાથે છતરપીંડી કરી ફોન ઉપર ધમકી આપી ફોન બંધ કરી દેતા દામાવાવ પોલીસ મથકે ફરીયાદ આપતા 420, 406, 464, 465, 468, 471, 507, 114 તથા ધી ઇન્ફોમેશન એમેડમેન્ટ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ઇ- ગુજકોપ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.