દુર્ઘટના:નાની ડસાર ગામે પિતાની હત્યા કરનાર પુત્રે સરકારી ક્વોરન્ટાઇનમાં આત્મહત્યા કરી

ગોધરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને ગાઇડ લાઇન મુજબ કોરોનાના પરિક્ષણ માટે મકાઇ સંશોધન કેન્દ્રમાં રાખ્યો હતો

નાની ડસાર ગામે પત્ની પતિના ઝધડામાં પિતાએ ઠપકો આપતાં પુત્રે પિતાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પોલીસે તેની હત્યાના ગુનામાં અટકાયત કરીને હત્યારા પુત્રને સરકારી કોરોન્ટાઇન કરવા મકાઇ સસોધન કેન્દ્ર ખાતે મોકલ્યો હતો. બુધવારની મોડી રાત્રે હત્યારા પુત્રએ કોરોન્ટાઇન રૂમની પાછળ ચાદરથી ગળે ફાસો ખાઇને જીવન ટુકાવ્યું હતુ. 

નાની ડસારમાં  પ્રવિણ પરમાર અને પત્ની રીટા સાથે ઘરની બાબતોને લઈને ઝઘડો થયો હતો, ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતા પ્રવિણે પત્નીને માર માર્યો હતો. જેથી તેની પત્ની ખેતર તરફ ભાગી હતી, પુત્ર અને પુત્રવધુ વચ્ચે થયેલા ઝઘડાને લઈને પિતાને લાગી આવ્યું હતું તેમણે તેમના પુત્ર પ્રવિણને ઠપકો આપ્યો હતો. પિતા દ્વારા ઠપકો આપવામાં આવતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતા સાથે પણ મારામારી કરી પોતાના હાથની જ આંટી લગાવીને પિતાનું ગળું દબાવી દઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હાથની આંટી લગાવી ગળું દબાવી દેતા પિતા નરવતભાઈ જમીન પર ઢળી પડ્યા હતા.

પોલીસ દ્વારા પ્રવિણ સામે હત્યાનો ગુન્હો નોધી  હત્યારા પુત્રની અટકાયત કરી તેનું કોરોનાનું પરીક્ષણ કરવા માટે સરકારી ક્વોરોન્ટાઇન માટે મકાઇ સંશોધન કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. જ્યાં આરોપી પ્રવિણને અન્ય બે આરોપી સાથે એક રૂમમાં રાખવામાં આવ્યા હતા. બુધવારની મોડી રાત્રે પ્રવિણે રૂમની પાછળ ઓસરીમાં જઇને ચાદરથી ગળે ફાસો ખાઇને મૃત્યુ પામ્યો હતો. બે દિવસ અગાઉ પિતાની હત્યા કરનાર હત્યારો પુત્રએ પણ આત્મહત્યા કરી દેતાં પોલીસ ધટના સ્થળે દોડી આવીને કાર્યવાહી કરી હતી. જયારે પિતાની હત્યા કરી હોવાનું મનમાં લાગી આવતાં આરોપી પ્રવિણે ગળેફાસો ખાધો હોવાની આંશકા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...