તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપબાજી:કરોલી મુદ્દે કહેવાતા મામા-ભાણેજ સામસામે

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાલોલ વિધાનસભાની ચુંટણીના પડધમ સંભળાઇ રહ્યા છે. ત્યારે અેકબીજા પર અાક્ષેપ બાજી શરુ થઇ ગઇ છે. કાલોલ તાલુકાના કરોલી ગામના વિકાસના કામોને લઇને માજી સંાસદ પ્રભાતસિંહ ચાૈહાણ, માવસીંગભાઇ નાયક સહિતના ગ્રામજનો સોમવારે કરોલી ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના અાક્ષેપ કરતી રજુઅાત કર્યાના 10 મીનિટમાં માજી જિલ્લા પંચાયત પ્રમુખ તથા ગ્રામજનો કરોલી ગામના વિસકાના કામોની ખોટી અરજીઅો દફતરે કરી હોવાની રજુઅાત જિલ્લા કલેકટર કચેરીઅે કરી હતી.

કાલોલ તાલુકાના કહેવાતા મામ તથા ભાણેજ અેક જ ગામના કામોને લઇને કલેકટર કચેરીઅે રજુઅાત કરતાં કાલોલ વિધાનસભાની ચુંટણીના દાવેદારોની લડાઇ ચાલુ થઇ હોવાની વાતો વહેતી થઇ હતી. કાલોલના કરોલી ગામના માવસીંગભાઇ મંગાભાઇ નાયક તથા માજી સાંસદ સાથે અાવેલા ગ્રામજનોઅે અધીક કલેકટરને અાક્ષેપ કરતી લેખિત રજુઅાત કરી કે કરોલી ગામના સરપંચ, ડે.સરપંચ, તલાટી કમ મંત્રી, કાલોલ તાલુકા વિકાસ અધીકારી, જિલ્લા પંચાયત માજી પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ વિગેરેનાઅો મારફતે અેકબીજાના સાથ સહકારથી કરોડો રૂપીયાનો ભ્રષ્ટાચાર આચરનાર અા તમામ જવાબદરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે ફરીયાદો કરી હતી. અા ફરીયાદો પાછી ખેંચવામાં સરપંચ, તલાટી તથા તેમના મળતીયાઅો મારફતે ધાકધમકીઅો અાપી રહ્યા હોવાનો અાક્ષેપ કરતી રજુઅાત કલેકટર કચેરીમાં કરી હતી. અા કરોલી ગામના વિકાસના કામોની ભ્રષ્ટાચાર કરતી રજુઅાત કરવા કાલોલ તાલુકાના કહેવાતા મામા માજી સાંસદ પ્રભાતસિંહ ચાૈહાણ પણ અાવ્યા બાદ 10 મિનિટમાં કહેવાતા મામાના ભાણેજ માજી જિલ્લા પંચાયત પ્રમુખ તથા ગામજનો કલેકટર કચેરી ખાતે રજુઅાત કરવા પહોંચ્યા હતા.

કરોલી ગામના સમસ્ત ગ્રામજનો વતી રજુઅાત કરવા અાવેલા માજી જિલ્લા પંચાયત પ્રમુખ તથા ગ્રામજનોઅે કલેકટર કચેરી ખાતે અધીક કલેકટરને રજુઅાત કરી હતી કે કરોલી ગામના વિકાસના કામોમાં ગેરરીતી બાબતની ખોટી અરજીઅો દફતરે કરવામા અાવી હોવાના અાક્ષેપ કરતી રજુઅાત કરી હતી. અાક્ષેપ કરતી રજુઅાતમાં જણાવેલું કે અરજદાર ખોટા અાક્ષેપો કરીને અાદિવાસી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલો છે. અાદિજાતીના કામો થયા છે. ત્યારે લેભાગુ અને સરકાર વિરોધી માનસીકતા ધરાવતાં તત્વો કરોલી ગ્રામ પંચાયતના સરપંચ, ડે. સરપંચ તથા તલાટી ક.મંત્રીને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાની લેખિતમાં રજુઅાત કરી હતી. ત્યારે અેક બાજુ વિધાસનભાની તેયારી ચાલુ થઇ ગઇ હોવાની અાવા અનેક રજુઅાતો અાવનારામાં સમયમાં અાવશે તેવી ચર્ચાઅો થવા લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...