પરીક્ષા:શ્રી ગોવિંદ ગુરુ યુનિ.માં બીજા તબક્કાની પરીક્ષા યોજાશે

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચાૈહાણના માર્ગદર્શન તથા યુજીસીના પરિપત્રના આધારે યુનિ. દ્વારા પ્રથમ તબક્કાની પરીક્ષા તારીખ 1 ડિસેમ્બરથી શરૂ થયેલ હતી. જે પરીક્ષાઓ શાંતિપૂર્વક અને નિર્વિને પૂર્ણ થયેલ હતી. જેના મૂલ્યાંકન અંગેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આજથી બીજા તબક્કાની બીએ, એમએ અને એમકોમની પરીક્ષાઓનો પ્રારંભ થશે. જેમાં 5 જિલ્લાના 52 કેન્દ્રો પર સવારે 17,453 અને બપોરે 12,596 મળી 30,049 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

અન્ય સમાચારો પણ છે...