કોરોનાવાઈરસ:વેજલપુર પોલીસે પકડેલા આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ગોધરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સંખ્યા 87 પર પહોંચી
  • વહીવટી-અારોગ્ય વિભાગ વેજલપુર પહોંચ્યું

કાલોલ તાલુકામાં એરાલ પછી  વેજલપુરના 27 વર્ષીય યુવકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વેજલપુર પોલિસ સ્ટેશનના પોલીસે તા 25 મે ના રોજ કતલના ઇરાદે 3 બળદ લઇ જતા સદામ યુસુફ ગોધરીયા સહિત 4 આરોપીઓને વાહન સાથે ઝડપ્યા હતા. આરોપીને જાપ્તામાં રાખવા અગાઉ કોરોનાના રીપોર્ટ કઢાવવો જરૂરી હોવાથી તેઓના સેમ્પલ મોકલ્યા હતા. જેમા સદામ યુસુફ ગોધરીયાનો રીપોર્ટ પોઝિટિવ તથા અન્ય ત્રણ આરોપીના રોપોર્ટ નેગેટીવ અાવ્યા હતા.

સદામને તાત્કાલીક  ગોધરા કોવીડ 19 ખાતે મોકલી આપ્યો છે. બીજી તરફ આરોપીનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા વેજલપુર પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. વેજલપુરમાં કોરોના પોઝિટિવ અાવ્યાની જાણ ગ્રામજનોમાં થતા રહીશોના ધબકારા વધી ગયા હતા. શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશને સનેટાઈઝ કરવામાં આવ્યું હતું. અને પોઝિટિવ દર્દી જે વિસ્તારમાં રહેતો હતો તે વિસ્તારમાં વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરૂ કરી દેવાઇ છે તથા પંચાયત દ્વારા પણ ગામમાં સેનેટાઇઝરીંગ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. 

અન્ય સમાચારો પણ છે...