રજૂઆત:પંચાયતના કામોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપની તપાસનો રિપોર્ટ ડીડીઓને 3 દિવસમાં સોંપાશે

ગોધરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવડી બુઝર્ગમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી રજૂઆતો કરાઇ હતી

વાવડી પંચાયતમાં અાગઉ વેપારી, વકીલાત કરનાર સહીતના બોગસ જોબકાર્ડ બનાવીને મનરેગાના નાણાની ઉચાપત થઇ હોવાના અાક્ષેપ કરતી રજુઅાત કરી હતી. જેની તપાસ ગ્રામ વિકાસ અેજન્સીના નિયામક સહીતની ટીમો તપાસ કરી હતી. ત્યારે ડીડીઓઅે ટીડીઓને વાવડી બુઝર્ગ પંચાયતમાં 2017થી હાલના વર્ષ સુધીના વિકાસના કામોની તપાસ કરીને રીપોર્ટ સોપવાનો અાદેશ કર્યો હતો. જેથી ટીડીઅોઅે 11 સભ્યોની ટીમ બનાવીને વિકાસના કામોનું સ્થળ ઉપર જઇને માપણી સહીતની કામગીરી કરી હતી.

અામ અેક સાથે 5 વર્ષ સુધી થયેલા કામોની તપાસ કરવાની કાર્યવાહી હાલ પણ ચાલી રહી છે. ટીડીઓ સોલંકીઅે જણાવેલ કે વાવડી બુઝર્ગ પંચાયતના 2017 થી અત્યાર સુધીના કામોની તપાસ ચાલી રહી છે. તપાસ રીપોર્ટ વહેલી તકે તૈયાર કરીને 3 દિવસમાં જ ડીડીઓને સોપીશું. ત્યારે કામોમાં થયેલા ભ્રષ્ટાચારના અાક્ષેપોની તાત્કાલીક તપાસ કરીને મુખ્યમંત્રી 22મી ગોધરા ખાતે અાવવાના હોવાથી તે પહેલા તપાસનો રીપોર્ટ સુપ્રત કરાવાનો હોવાને લઇને ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...