તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપમાં ભડકો:ગોધરા પાલિકાની ચૂંટણીમાં અંસતોષી કાર્યકરોના રાજીનામાનો દોર શરૂ

ગોધરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પાલિકામાં ભાજપા કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોધાવતાં ભાજપમાં ભૂકંપ ભાજપના બે ટર્મ પાલિકા પ્રમુખ રહેલા રાજુ દરજીએ અપક્ષ ઉમેદવારી નોધાવી
 • ગોધરા શહેર મહામંત્રીએ રાજીનામું આપીને અપક્ષ ઉમેદવારી નોધાવી
 • નગરપાલિકાના ગત ટર્મના ઉપપ્રમુખનું ભાજપના સક્રિય કાર્યકર પદેથી રાજીનામું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ પ્રમુેખ નવા નિયમોને લઇને પંચમહાલ ભાજપમાં અગ્રણીઅોની ટીકીટ કપાઇ છે. સાથે ટીકીટ ન મળતાં નારાજ થઇને રાજીનામાં અાપવાનો દોર શરૂ થતાં જિલ્લા ભાજપમાં દોડધામ મચી ગઇ છે. ગોધરા નગર પાલિકામાં ભાજપે 11 વોર્ડ પેકી 6 વોર્ડમાં ઉમેદવારોના નામો જાહેર કરાતા નગરમાં ભાજપ કાર્યકરોમાં અસંતોષ વ્યાપી ગયો હતો. જેને લઇને વોર્ડ 1,2,4 તથા વોર્ડ 5 માં ટીકીટ ન મળતાં અપક્ષ દાવેદારી નોધાવી છે. જેને લઇને ભાજપ અગ્રણીઅો ડેમેજ કંટ્રોલ કરવા નીકળી પડયા હતા.

પરંતું નારાજ કાર્યકરો ન માનતાં અાખરે છેલ્લા દિવસે વર્ષો જુના કાર્યકરો તથા તેમના સંગાઅોઅે અપક્ષ ઉમેદવારી નોધાવતાં વોર્ડઅોના સમીકરણ બદલાઇ ગયા છે. બે પૂર્વ પ્રમુખોના પુત્રોને ટીકીટ અાપીને ભાજપે બનાવેલા નિયમોનું પાલન ન થતાં અનેક કાર્યકરોમાં રોષ ફેલાયો છે. જેને લઇને ગોધરા નગર ભાજપ મહામંત્રીઅે પદ પરથી રાજીનામું ધરી દીધું છે.

જયારે ભાજપે નવા નિયમોનું પાલન ન કરતાં ગત ટર્મના ઉપપ્રમુખે સક્રીય કાર્યકરમાંથી રાજીનામું અાપતા જિલ્લા ભાજપમાં ભડકો થયો હતો. ત્યારે નારાજ કાર્યકરોઅે અપક્ષ ઉમેદવારી નોધાવતાં ચૂંટણીના પરિણામો પર કેવી અસર થશે તો અાવનારો સમય જ બતાવશે.

વર્ષો જૂના કાર્યકરે અપક્ષમાં ફોર્મ ભરતાં ભારતીય જનતા પાર્ટીમાં સાેપો પડી ગયો
વોર્ડ 5 ના પૂર્વ સભ્ય, ભાજપ મહામંત્રી રહેલા અને 2 વખત પાલિકા પ્રમુખ રહી ચુકેલા રાજુભાઇ દરજીને ભાજપે ટીકટ અાપી નથી. જેને લઇને બે વખત પાલિકાના પ્રમુખ રહી ચુકેલા રાજુભાઇ દરજીઅે અપક્ષમાં ફોર્મ ભર્યું હતું. ભાજપના વર્ષો જુના કાર્યકરે અપક્ષમાં ફોર્મ ભરતાં ભાજપમાં સાંપો પડી ગયો હતો.વોર્ડ નં 5 માં અપક્ષ નોર ાફડો ફાડી નિકળતાં અને ભાજપના જુના જોગીઅે ઉમેદવારી નોધાવતાં વોર્ડ 5 માં સમીકરણો બદલાયા હતા. પાલિકાની ચૂંટણીમાં વોર્ડ 5 માં ખરાખરીનો અને અસ્તિત્વનો જંગ ખેલાશે.

રીસાયેલાઅોને મળીને તેમને મનાવાની કોશિશ કરીશું
ભાજપે પૂરી સાવધાની રાખીને ઉમેદવાર નક્કી કર્યા છે. દરેક કાર્યકરને ચુંટણીમાં ઉભા રહેવાની
ઇચ્છા હોય છે. પણ દરેકને ટીકીટ ન પણ મળે. કેટલાક કાર્યકરો રિસાયા છે. તેઅોને મળીને મનાવવાની કોશિશ કરીશું. બાદમાં પુર્ણ યાદી અાવ્યા બાદ પાર્ટીના અનુંશાસન મુજબ કાર્યવાહી કરીશુ: - અશ્વિનભાઇ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ

ભાજપના સક્રિય કાર્યકર પદથી રાજીનામું આપી પુત્રવધુને તક આપી
વોર્ડ નં 5 માં ભાજપે ત્રણ નવા ઉમેદવારોને ટીકીટ અાપી છે.જુના જોગી ભાજપના સક્રીય સભ્ય અને પૂર્વ પાલિકાના સભ્ય દિપકભાઇ સોનીને ટીકીટ અાપી ન હતી. જયારે પૂર્વ પાલિકા પ્રમુખાના પુત્રોને ટીકીટ અાપતા તેઅો ભાજપના નવા નિયમોનું પાલન ન થતાં તેઅોઅે ભાજપના સક્રીય કાર્યકર પદથી રાજીનામું અાપીને પોતાની પુત્રવઘુને અપક્ષ ઉમેદવાર નોધાવી હતી.

નગર ભાજપ મહામંત્રી પદેથી મુકેશ જયસ્વાલનું રાજીનામું
વોર્ડ 2 માં ગોધરા નગર ભાજપ મહામંત્રી મુકેશ જયસ્વાલ ટીકીટની માંગણી કરી હતી. તેઅોની ટીકીટ કાપી નાખીને અન્યને ટીકીટ અાપતાં વોર્ડ 2 માંથી ઉમેદવારી ભરવા મુકેશ જયસ્વાલે ગોધરા નગર ભાજપ મહામંત્રીમાંથી રાજીનામું અાપી દીધું હતું.ઉમેદવારી પત્ર ભર્યા બાદ જણાવ્યુ કે મને ભાજપ પક્ષ 15 વર્ષથી ટીકીટની માંગણી કરી રહ્યો છું. પણ મને ટીકીટ અાપતા નથી.અને બહારથી અાવેલા ને ટીકીટ અાપી દીધી છે.જેથી મેં ભાજપ જિલ્લા પ્રમુખને રાજીનામુ અાપી દીધું છે. તેમ જણાવીને વોર્ડ 2 માં અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો