ચિત્ર સ્પષ્ટ:પંચમહાલની સામાન્ય ચૂંટણીમાં 79.47% મતદાન સાથે ચિત્ર સ્પષ્ટ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ જાંબુઘોડામાં 84.74, સૌથી ઓછું શહેરામાં 73.36% મતદાન

પંચમહાલ જિલ્લાની ચૂંટણીની ટકાવારીનો ફાઇનલ અાંકડો અાવતાં 79.47 ટકા મતદાન નોંધાયું છે. કુલ 5,53,316 મતદારોએ મત આપ્યો હતો. પુરૂષ મતદારોની ટકાવારી 79.86 અને સ્ત્રી મતદારોની ટકાવારી 79.06 ટકા રહી છે.જ્યારે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીની વાત કરીએ તો હાલોલ તાલુકાની 2 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં નોંધાયેલા કુલ 1552 મતદારો પૈકી 1328 મતદારો મત આપ્યો હતો, જે ટકાવારીની રીતે 85.57 ટકા થવા જાય છે. આવતીકાલે તા.21.12.2021નાં રોજ તાલુકા મથકોએ મતગણતરી હાથ ધરવામાં આવશે.

ગોધરા : 65 પંચાયતો માટે કુલ 1,47,464 મતદારો પૈકી 1,18,665 મતદારોએ મતદાન કર્યું હતું, જે ટકાવારી પ્રમાણે 80..47 ટકા રહ્યું છે. કાલોલ : 44 પંચાયતો માટે કુલ 99,279 મતદારો પૈકી 79,610 મતદારોએ મત આપ્યો હતો, જે 80.19 ટકા રહ્યું હતું. હાલોલ : 66 પંચાયતોમાં કુલ 91,417 મતદારોમાંથી કુલ 75,387 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેની ટકાવારી 82.46 રહી છે. ઘોઘંબા : 59 પંચાયતોમાં 1,07,702 મતદારો પૈકી 91,048 મતદારોએ વોટ આપ્યો હતો. જેની કુલ ટકાવારી 84.54 ટકા રહી છે. જાંબુઘોડા : 24 પંચાયતોમાં 29,366 મતદારો પૈકી 24,886 મતદારોએ મતદાન કર્યું હતું. સૌથી વધુ એટલે કે 84.74 ટકા નોંધાયું છે. શહેરા : શહેરા તાલુકાની 56 પંચાયતો માટે નોંધાયેલા કુલ 1,30,374 મતદારો પૈકી કુલ 95,646 મતદારોએ પોતાના મત આપવાના અધિકારનો ઉપયોગ કર્યો હતો. જે ટકાવારીની દ્રષ્ટિએ 73.36 ટકા રહ્યું છે. મોરવા (હ) : 35 પંચાયતો માટે નોંધાયેલા 90,653 મતદારો પૈકી 68,074 મતદારોએ મતદાન કર્યું હતું. જેની ટકાવારી 75.09 ટકા રહી છે.

અન્ય સમાચારો પણ છે...