તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસુલાત:પંચમહાલ ખાણખનીજ વિભાગે 7 માસમાં 182 લાખની વસુલાત કરી

ગોધરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાંથી 158 કેસ ઝડપી પાડયા હતા

પંચમહાલ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા પંચમહાલ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી ખનીજ ચોરી ની મળેલી ફરિયાદ અન્વયે ખનીજ ચોરી અટકાવવા ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ચેકીંગ દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા બિન અધિકૃત રીતે ખનન, વહન અને સંગ્રહ કરતા કસુરદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પંચમહાલ ખાણ ખનીજ વિભાગે ઓક્ટોબરના સમયગાળા દરમિયાન બિનઅધિકૃત ખનન વહન અને સંગ્રહ અંગે ની કુલ 24 કેસ ઝડપી પાડવામાં આવ્યા હતા. જે પૈકી ઇસમો પાસે થી રૂ.35.20 લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવી હતી. જેમાં ચાલુ નાણાંકીય વર્ષમાં 1 એપ્રિલથી 10 નવેમ્બર સુધીમાં બિન અધિકૃત ખનન, વહન અને સંગ્રહના કુલ 158 કેસ ઝડપી પાડયા હતા. કસુરદારો પાસે થી રૂ.182.72 લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો