તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પંચમહાલ જિલ્લામાં કોરોના સક્રિય દર્દીઓની સંખ્યા 1453 સુધી પહોંચી

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના 177 કેસ નોંધાતાં કુલ આંક 7933 : તા.માં કોરોનાના 87 કેસ મળ્યા

પંચમહાલમાં કોરોના પોઝિટિવના 177 કેસ નોધાતા 7933 કેસ નોધાયા હતા. જેમાં શહેરી વિસ્તાર ગોધરા 57, હાલોલ 23, અને કાલોલ 5 કોરોના કેસ નોધાતા કુલ 4965 કેસ નોધાયા હતાફ જયારે ગ્રામ્ય વિસ્તાર ગોધરા 30, હાલોલ 9, જાબુઘોડા 2, કાલોલ 18, મોરવા(હ) 1 અને શહેરા 32 દર્દીઅો મળતાં કુલ 2968 કેસ થયા હતા. કોરોનાને માત અાપીને 50 દર્દીને રજા અપાઇ હતી. જિલ્લામાં કુલ 6299 કોરોના દર્દીઅો સાજા થયા હતા. જિલ્લામાં કોરોના સક્રીય દર્દીઅોનો અાંકડો સર્વોત્તમ સપાટી પર પોહચીને કુલ 1453 થયો હતો.

મહીસાગરમાં 165 પોઝિટિવ કેસ નોંધાયા
મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તા.માં 35, કડાણા તા.માં 20, ખાનપુર તા.માં 10, લુણાવાડા તા.માં 35, સંતરામપુર તા.માં 45 અને વિરપુર તા.માં 20 મળી 165 લોકોનો રીપોર્ટ પોઝીટીવ અાવ્યો છે. સારવાર લઇ રહેલા પૈકી બાલાસિનોર તા.માં 28, કડાણા તા.માં 10, ખાનપુર તા.માં 15, લુણાવાડા તા.માં 40, સંતરામપુર તા.માં 24 અને વિરપુર તા.માં 17 દર્દીઓએ કોરોનાને માત આપતાં રજા આપવામાં અાવતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4451 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...