લોકાર્પણ:ગોધરામાં નવનિર્મિત ICU વોર્ડનું લોકાર્પણ આજે થશે

ગોધરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીટી મીરાણી હોસ્પિટલમાં વોર્ડ તૈયાર થયો
  • નજીવા​​​​​​​ દરે જરૂરીયાતમંદોને સારવાર મળશે

ગોઘરાનાં દાહોદ રોડ આવેલ પી.ટી.મીરાણી સદવિચાર પરીવાર દ્વારા સંચાલિત રાહત દરની હોસ્પિટલમાં રવિવારે 1 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા ICUનું લોકાર્પણ થશે. જેમાં પી.ટી. મીરાણી સદવિચાર પરિવાર સંસ્થામાં હાલમાં ખુબ જ નજીવા દરે આઈ કેર યુનિટ ડાયાલીસીસ સેન્ટર, મેટરનીટી‌ સેન્ટર, ફિજિયોથેરાપી સેન્ટર, બ્લડ ટેસ્ટીંગ લેબોરેટરી, ડેન્ટલ સર્જરી સેન્ટર, એક્ષ-રે સેન્ટર સાથે જરૂરીયાત મંદ દર્દીઓને સારવાર આપવામાં આવતાં રોજ બરોજ મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લઈ રહ્યા છે.

આ સંસ્થામાં દર્દીઓને વિવિધ સંસ્થાનાં દાન દ્વારા વધુ એક સોપાનનાં ભાગરૂપે બાર બેડની સુવિધા તથા બે વેન્ટિલેટર,એક પોટેબલ વેન્ટિલેટર શોક મશીન, બાયપેપ મશીન, ઈસીજી ઈકો મશીન તથા અન્ય આધુનિક મેડિકલ સાધનો સાથે ઇન્ટેનસીવ‌ કેર યુનિટ આઈસીયુ સેન્ટરનું નિર્માણ કરી આગામી 10 ઓક્ટોબરના રોજ રવિવારે જનતાનાં લાભાર્થે ખુલ્લું મુકવામાં આવશે. આઈસીયુ સેન્ટર શરૂ કરવામાં માટે રોટરી ઇન્ટરનેશનલ દ્વારા રૂ. 50 લાખનું દાન જન સેવાનાં કાર્ય માટે આપવામાં આવ્યું છે. ગોધરાના‌ લોકો આ સેન્ટરનો લાભ લઇ શકશે તેમ પ્રમુખ વિનોદભાઈ શાહ અને પ્રકાશભાઈ દીક્ષિતએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...