રાહત:પંચમહાલ જિલ્લા પંચાયતનું નવીન મકાન રૂા.16.41 કરોડના ખર્ચે બનશે

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ હતી
  • પાવાગઢની પંચાયતની જગ્યા યાત્રાધામના વિકાસ માટે આપવા મંજૂરી

પંચમહાલ જિલ્લા પંચાયતની સીટોના પ્રકારો બદલ્યા બાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા સોમવારે 11 વાગે યોજાઇ હતી. સામાન્ય સભામાં પૂર્વે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પુર્વ મંત્રી જશંવતસિંહ ને શ્રદ્ધાંજલિ આપીને સભા શરૂ કરવામાં આવી હતી. જે રીતે પાવાગઢ ખાતેની આવેલી જિલ્લા પંચાયતની લગડી જગ્યા બાબતે સભા તોફાની બનશે તેવું લાગતુ હતું. પણ પાવાગઢ- માંચી ખાતે હવેલી ધર્મશાળા, પથિકાશ્રમ,પોપટલાલ ધર્મશાળા, નાનુભાઇ ધર્મશાળા, સેનેટોરીયમ, રેનબસેરા, ભોજનાલય, તથા ટોયલેટ બ્લોકના મકાનો ખૂબ જ જર્જરીત હાલતમાં તેનો ઉપયોગ થઇ શકે તેમ ન હોવાથી અને ગમે ત્યારે પડી જવાને લઇને મકાનો નોનયુઝ જાહેર કરીને તે 2061.46 ચો.મી જિલ્લા પંચાયત હસ્તક જમીન પાવાગઢ યાત્રાધામ તરીકે વિકાસ કરવા માટે કલેક્ટર પંચમહાલને સુપ્રત કરવા સામાન્ય સભામાં ચર્ચા વિચારણા બાદ સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. જ્યારે જિલ્લા પંચાયત હસ્તકની હાલોલ મુકામે રેસ્ટ હાઉસની જમીન હાલોલ નગરપાલિકાના ટાઉન હોલ માટે ફાળવવા ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયતની ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાના ભણકાર વચ્ચે આચારસહિંતા જાહેર થઇ શકે તેમ હોવાથી જિલ્લા પંચાયતના સભ્યોને 15માં નાણાપંચની ગ્રાન્ટના તાલુકાવાર કામોનું લિસ્ટ વહેલી તકે મોકલી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે અમુક જિલ્લા પંચાયતના સભ્યોની રાજકીય મુસાફરી છેલ્લી રહેવાની હોવાથી કેટલાક સભ્યો 15મા નાણાપંચના કામોનો પૂરેપૂરો લાભ ઉઠાવશે તેમ લાગી રહ્યું છે.

જિલ્લા પંચાયત BSNL ખાતે કાર્યરત થયું
પંચમહાલ જિલ્લા પંચાયતનું મકાન નવિન બનાવવાનું હોવાથી જીએસટી સાથે માસિક 4.09 લાખના ભાડે BSNLની 1200 ચો.કૂટ મકાન ભાડે રાખ્યું છે. જયારે જિલ્લા પંચાયતનું નવીન મકાન રૂા.16.41 કરોડમાં સત્યમ કન્સ્ટ્રકશન મહેસાણા દ્વારા 24 માસમાં નવીન મકાન બનશે ત્યાં સુધી જિલ્લા પંચાયત રૂા. 98,37,600 BSNLને ભાડા પેટે ચૂકવશે. હાલ પંચમહાલ જિલ્લા પંચાયત BSNL ખાતે કાર્યરત થઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...