તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોક અદાલત:પંચમહાલની કોર્ટોમાં 10 જુલાઈના રોજ નેશનલ લોક અદાલત યોજાશે

ગોધરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પક્ષકારોએ સંબંધિત કોર્ટોમાં સંપર્ક કરી અરજી કરવી

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પંચમહાલ દ્વારા જિલ્લા મથકની અદાલતોની સાથે-સાથે શહેરા, મોરવા (હડફ), કાલોલ, હાલોલ, ઘોઘમ્બા, જાંબુઘોડા તાલુકા મથકોની તમામ કોર્ટોમાં આગામી તા.10મી જુલાઈ 2021ના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પંચમહાલના અધ્યક્ષ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જિલ્લા અદાલત જે.આર. શાહ સાહેબના અધ્યક્ષસ્થાને નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું છે.

જેમાં સમાધાનલાયક પેન્ડિંગ કેસો, ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ ઓફેન્સ, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-138ને લગતા કેસો, બેંક રિકવરીના કેસો, એમ.એ.સી.ટી. કેસો, મેટ્રીમોનિઅલ કેસો, લેબર ડિસ્પ્યુટ કેસો, પાણી તેમજ વીજળીને લગતા કેસો, સર્વિસ મેટર જેમાં પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લાગતા કેસો, રેવન્યુ કેસો, અન્ય સિવિલ કેસોેમાં પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લાગતા કેસો, એલ.એ.આર., રેવન્યુ કેસો અન્ય સિવિલ કેસો અને પ્રિ-લિટીગેશન કેસો વગેરે સમાધાન અર્થે મૂકી શકાશે. નેશનલ લોક અદાલતો વધુમાં વધુ લોકો સમાધાનથી વિવાદમુક્ત બને તે હેતુથી આયોજન કરાયું છે.

આમાં સમાધાન કરવા પક્ષકારોએ સંબંધિત કોર્ટોનો અથવા કાનૂની સેવા સત્તા, ગોધરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ કમ્પાઉન્ડ, સિવિલ અને ક્રિમિનલ કોર્ટ બિલ્ડીંગ, બીજા માળ રૂમ નં. 323 ખાતે સંપર્ક કરવો તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...