સંયુક્ત મોરચા ગુજરાત અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આહવાન અંતર્ગત જૂની પેન્શન યોજના લાગુ કરવા 6મેના રોજ ગાંધીનગર યોજનાર ધરણાં કાર્યક્રમમાં પંચમહાલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાથમિક, માધ્યમિક તેમજ આચાર્ય સંવર્ગના શિક્ષકો સત્યાગ્રહ છાવણી ગાંધીનગર માટે કુચ કરશે. પંચમહાલ જિલ્લા સંયુકત મોરચાના સંયોજક અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીએ જણાવેલ કે આગામી ધરણા કાર્યક્રમ માટે જિલ્લો સંપૂર્ણ તૈયાર છે.
આશરે 3000 શિક્ષકો ગાંધીનગર ધરણા કાર્યક્રમમાં જોડાશે. હમારા મિશન પૂરાની પેન્શનના નારા સાથે ધરણા કરશે, શૈક્ષિક મહાસંઘ દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન બેઠકોનો દોર શરૂ થયો જેમાં તાલુકાના હોદેદારો જોડાયા અને શિક્ષકો ગાંધીનગર ઉમટી પડશે બેઠકમાં જિલ્લા અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી ,શરદભાઈ પંડયા,ચેતનભાઈ વાળંદ, વિજયભાઈ પટેલ ,યોગેશભાઈ પટેલ, કૌમૂદીબેન પટેલ, દિગંતભાઈ પટેલ, દિનેશભાઇ પટેલ સહિત દરેક તાલુકાના અધ્યક્ષ મંત્રી ઉપાધ્યક્ષ સહિત અન્ય હોદ્દેદાર સહિત જિલ્લાના તેમજ તાલુકા ના મુખ્ય તમામ કાર્યકર્તાઓ બેઠકમાં ભાગ લીધેલ હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.