મધ્ય પ્રદેશના ખાચરોદ તાલુકાના રાહુલ બૌડા પોતાના વતન જવા દેહરાદૂન એક્સ્પ્રેસ ટ્રેનના જનરલ કોચમાં બેઠા હતા. બાદમાં તેઓની ટ્રેન સવારના અરસામાં ગોધરા જંક્શન ખાતે પહોંચ્યા બાદ તેના નિર્ધારિત સમયે ઉપડી હતી, દેહરાદૂન એક્સ્પ્રેસ ટ્રેન ધીમી ગતિએ ગોધરા યાર્ડમાંથી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન એક ઈસમે ટ્રેનના દરવાજા પાસે બેસેલા રાહુલના હાથમાં રહેલા મોબાઈલ ફોનની ચીલઝડપ કરીને ટ્રેન ધીમી હોવાને કારણે કુદતા રાહુલ પણ ચાલુ ટ્રેને કૂદી પડ્યો હતો. અને ગઠીયા પાછળ દોડવા લાગ્યો હતો.
ત્યારે ચોર ચોરની બૂમો સાંભળીને સ્ટેશન ખાતે તૈનાત પોલીસકર્મીઓ દ્વારા મોબાઈલ ફોન ચોર ગઠિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો, અને મુસાફરને તેનો રૂા.30 હજારની કિંમતનો ફોન પરત આપવામાં આવ્યો હતો. પકડાયેલા ગઠિયાને પોલીસે તેનું નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ શાહરૂખ શુભરાતી ઉર્ફે બિલ્લું દીવાન જણાવ્યું હતુ અને પોતે ખાડી ફળિયા વિસ્તારનો હોવાનુ જણાવ્યું હતુ, આ બનાવ અંગે ચીલઝડપ કરનાર ગઠીયા સામે ગોધરા રેલવે પોલીસમથકે ફરિયાદ નોંધાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.