આજે ફરીથી મતદાન:બેલેટ પેપરમાં નિશાન ખોટું છપાયું

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરનીયા અને દેલોચમાં સરપંચ ઉમેદવારના ચૂંટણી ચિન્હ બદલાયા - Divya Bhaskar
વિરનીયા અને દેલોચમાં સરપંચ ઉમેદવારના ચૂંટણી ચિન્હ બદલાયા
  • વિરણીયા-દેલોચના ઉમેદવારે વાંધો ઉઠાવતાં નિર્ણય લેવાયો
  • બેલેટ​​​​​​​ પેપરમાં ચૂંટણી ચિહ્ન ડીઝલ પમ્પને બદલે પેટ્રોલ પમ્પ છાપી નંખાતાં મતદાન રદ કરવાની માગ કરવામાં આવી હતી

મોરવા(હ)ની 36 ગ્રામ પંચાયતમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું હતું. ત્યારે મોરવા હડફ તાલુકાના વીરણીયા ગ્રામ પંચાયતમાં મતદારો મત અાપવા મતદાન મથકે જતાં સરપંચ પદના મહિલા ઉમેદવારનું ચૂટણી ચિન્હ ડિઝલ પંપના બદલે પેટ્રોલ પંપનું ચિન્હ બેલેટ પેપર પર દેખાતાં ઉમેદવારના સર્મથર્કોઅે હોબાળો મચાવ્યો હતો.

સરપંચના ઉમેદવારે પોતાના ચુંટણી ચિન્હ બદલાતાં રવીવારની ચુંટણી રદ કરવાની માંગણી કરતાં ચુંટણી અધીકારીઅે તપાસ કરતાં ચૂંટણી ચિન્હ બદલાઇ હોવાની જાણકારી મળતાં રવિવારની ગ્રામ પંચાયતની ચુંટણી રદ કરીને સોમવારે પુન: ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો હતો. જયારે મોરવા(હ) તાલુકાના દેલોચ ગ્રામ પંચાયતમાં પણ સરપંચના ઉમેદવારના ચૂંટણી ચિન્હ ડિઝલ પંપના બદલે પેટ્રોલ પંપ છપાઇને બેલેટ પેપરમાં અાવતાં ઉમેદવારે પણ ચુંટણી રદ કરવાની માંગ ચુંટણી અધીકારીને કરતાં ચુંટણી અધીકારીઅે દેલોચ ગ્રામ પંચાયતના ફક્ત સરપંચની ચુંટણી રદ કરીને વોર્ડ સભ્યોની ચુંટણીનું મતદાન ચાલુ રખાવ્યું હતું.

અામ દેલોચમાં સરપંદ પદની ચૂંટણી રદ કરીને સોમવારે પુન: ચુંટણી યોજાશે. ત્યારે વિરણીયા અને દેલોચ પંચાયતમાં ચૂંટણી તંત્રના છબરડાને લઇને બે ગ્રામ પંચાયતના પોલીગ સ્ટાફસહીત મતદારને મુશ્કેલી વેઠવાનો વારો અાવ્યો છે. મોરવા (હ)ના ચુઁંટણી અારોની બેદરકારીને લીધે બેલેટ પેપરમાં ગોટાળા થતંા ચૂંટણી રદ કરવાની નોબત અાવી છે. સોમવારે વીરણીયા ગ્રામ પંચાયતની સરપંચ તથા સભ્યો અને દેલોચ ગ્રામ પંચાયતના સરપંચ પદની જ ચુંટણી સોમવારે યોજાશે.

પ્રિન્ટીંગ મિસ્ટેક અને અધિકારીએ યોગ્ય રીતે ચેકિંગ ન કરતાં મોટી ભૂલ નીકળી
વિરણીયા અને દેલોચ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવારના ચુંટણી ચિન્હ બેલેટ પેપેરમાં બદલાઇ જતાં વીરણીયા ગ્રામ પંચાયતની સરપંચ અને સભ્યો અને દેલોચ ગ્રામ પંચાયતના ફક્ત સરપંચની ચુંટણી રદ કરીને સોમવારે યોજાશે. પ્રીન્ટીંગ મિસ્ટેક અને અારોઅે યોગ્ય ચેકીંગ ન કરતાં બેલેટ પેપરમાં ચિન્હની ભુલ અાવી છે. >શીલાબેન, મામલતદાર, મોરવા(હ)

અન્ય સમાચારો પણ છે...