તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો:ગોધરાનો રફીક ભટુકે સાબરમતી ટ્રેન સળગાવવા માટે પેટ્રોલ ભરી આપ્યું હતું, દિલ્હી સહિતના શહેરોમાં 19 વર્ષ સુધી ચોકીદાર બનીને સંતાઇ રહ્યો

ગોધરા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગોધરા કાંડનો મુખ્ય આરોપી રફીક ભટુક 19 વર્ષે ઝડપાયો - Divya Bhaskar
ગોધરા કાંડનો મુખ્ય આરોપી રફીક ભટુક 19 વર્ષે ઝડપાયો
 • રેલવેની પોલીસ ફરિયાદમાં રફીક ભટુકને કોર ગ્રૂપનો મુખ્ય આરોપી દર્શાવાયો હતો

સાબરમતી ટ્રેન હત્યાકાંડનો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક છેલ્લા 19 વર્ષથી દિલ્હી સહિતના શહેરોમાં ચોકીદાર, મજૂર અને ફ્રુટનો ફેરિયો બનીને સંતાતો ફરતો હતો. દરમિયાન ગોધરામાં આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. રફીક હુસેન ભટુકે ટ્રેન સળગાવવા પેટ્રોલ ભરી આપવાની કામગીરી કરી હતી. રેલવેની પોલીસ ફરિયાદમાં રફીક ભટુકને કોર ગ્રૂપનો મુખ્ય આરોપી દર્શાવાયો હતો.

19 વર્ષથી દિલ્હી સહિતનાં અન્ય શહેરોમાં છુપાઇને રહેતો હતો
રફીક હુસેન ભટુક છેલ્લાં 19 વર્ષથી દિલ્હી સહિતનાં અન્ય શહેરોમાં છુપાઇને રહેતો હતો. તાજેતરમાં ગોધરા આવેલો રફીક હુસેન ભટુક સિગ્નલ ફળિયામાં ઇમરાન મસ્જિદ પાસેના તેના ઘરે આવીને છૂપાઇ રહ્યો હોવાની બાતમી મળતાં ગોધરા એસઓજી અને બી ડિવિઝન પોલીસની ટીમે તેના ઘરેથી 51 વર્ષીય આરોપી ભટુકને દબોચી લીધો હતો. તેની પાસેથી મોબાઇલ, ચૂંટણીકાર્ડ મળ્યું હતું. તેને રેલવે પોલીસને સોંપાશે. ટ્રેન હત્યાકાંડના ત્રણ આરોપીઓ ફરાર છે, જેઓ પાકિસ્તાન ભાગી ગયા હોવાને લઇને તેઓ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ ઇશ્યુ કરાઈ હતી. ટ્રેનકાંડમાં નામ ખૂલતાં રફીક ફરાર થયો હતો. આખરે 19 વર્ષે પકડાઇ ગયો હતો.

આરોપી પાકિસ્તાન ભાગી ગયા હોવાની માહિતીને લઇને તેની સામે રેડ કોર્નર નોટિસ પણ ઇશ્યુ કરાઈ હતી
આરોપી પાકિસ્તાન ભાગી ગયા હોવાની માહિતીને લઇને તેની સામે રેડ કોર્નર નોટિસ પણ ઇશ્યુ કરાઈ હતી

રફીકે 33 વર્ષની ઉંમરે ગુનો આચર્યો અને 51 વર્ષની વયે પકડાયો
ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડનો આરોપી રફીક હુસેન ભટુક 33 વર્ષનો હતો ત્યારે વર્ષ 2002માં ટ્રેન સળગાવવા પેટ્રોલ ભરી આપવામાં સંડોવાયેલો હતો. ટ્રેન હત્યાકાંડનો આરોપી રફીક હુસેન ગોધરા રેલવે સ્ટેશન પર જે તે વખતે ફેરિયાનું કામ કરતો હતો. રેલવે પોલીસે તેને કોર ગ્રૂપનો મુખ્ય આરોપી તરીકે દર્શાવ્યો હતો. ટ્રેન કાંડનો 33 વર્ષનો આ આરોપીને 19 વર્ષ બાદ એટલે 51 વર્ષનો થયો ત્યારે પકડાયો હતો. ફરાર થયા બાદ રફીક દિલ્હી સહિતનાં અલગ-અલગ શહેરોમાં 19 વર્ષ સુધી જુદી જુદી ફેક્ટરીઓમાં ચોકીદારની નોકરી કરતો હતો.

રફીક ધરપકડ ટાળવા ઘરેથી ભાગી છૂટ્યો હતો 2002માં ગોધરા રેલવે સ્ટેશન પાસે સર્જાયેલા સાબરમતી ટ્રેન હત્યાકાંડના રેલવે પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં રફીક હુસેન ભટુકનો પણ સમાવેશ થતો હતો. રફીક ધરપકડ ટાળવા ઘરેથી ભાગી છૂટ્યો હતો અને દિલ્હીમાં જઈ ફેકટરીમાં કે અન્ય સ્થળે છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાય આવ્યું છે.

ફાઇલ તસવીરઃ ગોધરા કાંડમાં સાબરમતી એક્સપ્રેસને સળગાવવામાં આવી હતી
ફાઇલ તસવીરઃ ગોધરા કાંડમાં સાબરમતી એક્સપ્રેસને સળગાવવામાં આવી હતી

શું છે સમગ્ર કેસ
27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર S-6ને આગ લગાવવામાં આવી હતી. જેમાં 59 કાર સેવકોના મોત થયા હતા. ત્યાર બાદ આ કેસની તપાસ માટે સીટની રચના કરાઈ હતી. જેને પગલે SITએ કુલ 125 આરોપીઓને ઝડપી લીધા હતા. આ કેસ તપાસ માટે રચાયેલા નાણાવટી કમિશને કહ્યું હતું કે એસ-6 કૉચમાં આગ લગાડવાની કોઈ દુર્ઘટના નહી પણ આગ લગાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો