કાલોલના વેજલપુરમાં ખરસાલીયા રોડ પર અાવેલી વિવેકાનંદ સોસાયટીમાં ગટરના અભાવે પાણીનો ભરાવો થતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. હાલ ચોમાસાની ઋતુમાં પણ વરસાદી પાણી તથા ઘર વપરાશના પાણીનો નિકાલ નહી થતા પાણીની દુર્ગંધથી રહીશો પરેશાન થઇ રહ્યા છે. તથા પાણીજન્ય રોગની ભીતી પણ જોવા મળી રહી છે.
અા અંગે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર પંચાયતમાં લેખીત તથા માૈખીક રજુઅાતો કરવા છતા પંચાયત દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં અાવતી ન હોવાનું તથા ચુંટણી વખતે વોર્ડના સભ્યો તથા સરપંચના ઉમેદવારો દ્વારા ફક્ત ઠાલા વચનો અાપવામાં અાવતા હોવાનું રહીશો દ્વારા જાણવા મળી રહ્યુ છે. જ્યારે બીજી તરફ વિવેકાનંદ સોસાયટી બાદ બનેલી સિધ્ધી વિનાયક સોસાયટીમાં પેવર બ્લોક નાંખવામાં અાવી રહ્યા છે. જેને લઇને પંચાયત દ્વારા અોરમાનુ વર્તન થતુ હોવાનું લાગતા રહીશોનો પંચાયત પ્રત્યે છુપો રોષ જોવા મળી રહ્યો છે. પંચાયત દ્વારા સોસાયટીમાં ગટર સહિતની કામગીરી કરેે અને રહીશો પડતી તકલીફ દુર કરી રોગચાળાની સેવાતી ભીતી દુર કરવામાં અાવે તેવી રહીશોની માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.