હુમલો:એરાલના સરપંચના ઘર પર હારેલા ઉમેદવાર સહિત 27ના ટોળાં દ્વારા હુમલો

ગોધરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાનું કામ કરતાં મજૂરો પર ટોળાંનો હુમલો

અેરાલ ગામે સરપંચની ચુંટણીમાં જયદિપસિંહ બારીઅા વિજેતા બન્યા હતા. જેથી ચુંટણીની અદાવત રાખીને સરપંચના હારેલા ઉમેદવાર મહેન્દ્રસિંહ પટેલ સહીત 27 જણા ગામનો નવો બનતા રસ્તાનુ કામ કરતાં મજુરોને કહ્યુ કે તમે અમને મત અાપ્યા નથી. તેમ કહીને પથ્થરમારો કરીને મજુરોને ઇજાઅો પહોચાડી હતી.

ત્યાર બાદ હારેલા સરપંચના ઉમેદવાર મહેન્દ્રસિહ સહીત 27નું ટોળું હથિયાર લઇ સરપંચના ધરમાં પ્રવેશ કરીને તોડફોડ કરીને નુકસાન કર્યું હતું. ટોળાંઅે ધરની પાછળ મુકેલા ડાંગરના પરારને કેરોસીન નાખીને સળગાવીને જાનથી મારી નાખવાની ધમકી અાપીને ટોળુ નાસી ગયું હોવાની ફરીયાદ વેજલપુર પોલીસ મથકે નોધાઇ હતી.

27ના ટોળાં સામે ફરિયાદ નોંધાઇ હતી જેમાં મહેન્દ્રસિંહ પટેલ, કૌષિક પરમાર, દર્શન બારીઆ, મહેશ બારીઆ, અમૃતલાલ પરમાર, સંજયગીરી બાવો, સુભાષ પરમાર, સુનીલ પરમાર, ગોરધન પટેલ, જયેશ પટેલ, અલ્પેશ પટેલ, અર્જુન પરમાર, મહેશ ચંદ્રસિંહ પરમાર, દિક્ષિત પટેલ, વિરલ પટેલ, રામા બારીઆ, અર્જુન બારીઆ, અર્જુન પટેલ, વિજય બારીઆ, રાહુલ પરમાર, તેજલ પટેલ, શારદા પટેલ, રમીલા બારીઆ, લક્ષ્મી પટેલ, સોની પટેલ તથા રેખા પટેલનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...