રોષ:પંચમહાલ કોંગ્રેસના હોદ્દેદારોની સામુહીક રાજીનામાંની ચીમકી

ગોધરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માઇનોરીટી સેલના હોદ્દેદારોનુ લીસ્ટ જાહેર થતાં અસંતોષ જાહેર
  • સેલના હોદ્દેદારોની વરણીમાં જુના કાર્યકરો-હોદ્દેદારોની અવગણનાથી અસંતોષ

અાગામી વિધાનસભાની ચુંટણીની તૈયારીઅો પંચમહાલ કોગ્રેસ પક્ષે ચાલુ કરી દીધી છે. ત્યારે પંચમહાલ માઇનોરીટી સેલના હોદ્દેદારનું લીસ્ટ સોસિયલ મીડીયામાં અાવતંા પંચમહાલ કોગ્રેસમાં ભડકો થયો હતો. સેલના હોદ્દેદારોની વરણીને લઇને પંચમહાલ કોગ્રેસના જુના કાર્યક્રરો, શહેર પ્રમુખ, શહેર કોગ્રેસ ઉપપ્રમુખ,પંચ.યુથ કો.પ્રમુખ , કોગ્રેસના અેક માત્ર પાલીકા સભ્ય સહીત કાર્યક્રરો હોદ્દેદારોની વરણીમાં મુળ જૂના કોગ્રેસીઅોની અવગણના કરી હોવાના અાક્ષેપ કરીને યોગ્ય વ્યક્તીઅોની હોદ્દા અાપવામાં નહિ અાવેતો પંચમહાલ કોગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો સામુહીક રાજીનામાં અાપવાની ચીમકી ઉચ્ચારતી રજુઅાત પંચમહાલ જિલ્લા કોગ્રેસ પ્રમુખને કરી છે.

લેખીત રજુઅાતમાં જણાવેલ કે માઇનોરીટી ડિપાર્ટમેન્ટના હોદ્ેદારોની વરણી સંપુર્ણ અવિચારી બીન સમાજથી જિલ્લાના હોદ્દેદારોના સેન્સ લીધા વગર તેમજ કોઇ પણ ચર્ચા વિચારણા કર્યા વગર પાર્ટીને નુકસાન થયા તેમજ અાગામી દીવસોમાં અાવનારી વિધાનસભાને અને લોકસભાને તેમજ વિવિધ ચુંટણીઅોને અાડ અસર અને પાર્ટીને મોટું નુકસાન થયા તેવી શકયતાઅો છે.જો યોગ્ય વ્યક્તિઅોને હોદ્દા અાપવામાં નહિ અાવે તો સામુહીક રાજીનામાં અાપવાની લેખીત રજુઅાત કરતાં પંચમહાલ કોગ્રેસમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...