મોનસૂન ઈફેક્ટ:પંચમહાલમાં સૌથી વધુ હાલોલમાં 5 ઇંચ જ્યારે સૌથી ઓછો શહેરામાં 1 ઈંચ વરસાદ

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલમાં મેઘરાજા મનમુકીને વરસતા વરસાદથી માહોલ સર્જાયો હતો. - Divya Bhaskar
પંચમહાલમાં મેઘરાજા મનમુકીને વરસતા વરસાદથી માહોલ સર્જાયો હતો.
  • ગોધરાની મેસરી નદી બે કાંઠે વહી : આરટીઓ પાસેનો ચેકડેમ ઓવરફ્લો થયો
  • હાલોલ 5 ઇંચ, મોરવા(હ) 4 ઇંચ , કાલોલ 3 ઇંચ , ગોધરા 2.75 ઇંચ , ઘોઘંબા 2 ઇંચ , જાંબુઘોડા 2 ઇંચ

પંચમહાલ જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ વરસાદ શનીવારની મોડી રાતથી એન્ટરી મારી હતી. વરસાદે રોદ્ર સ્વરુપ રવિવારના સવારે બતાવતાં સમગ્ર જિલ્લામાં બે ઇંચથી પાંચ ઇંચ જેટલો વરસાદ 6 કલાકમાં નોધાયો હતો. રવિવારે સવારે મેધરાજા ગાજતાં સમગ્ર જિલ્લામાં વરસાદી પાણીથી તરબોડ થયો હતો. સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી સાૈથી વધુ હાલોલમાં 5 ઇંચ વરસાદ નોધાયો હતો. ગોધરામાં 6 કલાકમાં 2.75 ઇંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ડોડપા તળાવ વિસ્તારમાં પાણી ભરાઇ જવાથી સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

ગોધરામાં સવારથી વરસાદ પડતાં બસ સ્ટેન્ડ, શહેરાભાગોળ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જયારે ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં ગોધરાની મેસરી નદીમાં નવા નીર આવતાં નદી ચોમાસના સિઝનમાં પ્રથમ વખત બે કાઠે વહી હતી. જેને જોવા નગરજનો ઉમટી પડયા હતા. ગોધરાના આરટીઓ પાસેનો ચેકડેમ છલકાયો હતો. ચેકડેમ ઓવરફલો થતાં નજારો જોવા લોકો ઉમટી પડતાં સ્થાનીક તંત્ર દ્વારા આરટીઓ પાસેનો બ્રીજ અવર જવર માટે બંધ કરાવ્યો હતો. જિલ્લોમાં 6 કલાકમાં મોરવા(હ) તાલુકામાં ચાર ઇંચ વરસાદ થી તાલુકા નદી નાળા નવા નીરથી ભરાયા હતા.

વરસાદી આંકડા

  • કાલોલ 72 મી.મી
  • ગોધરા 69 મી.મી
  • ઘોઘંબા 58 મી.મી
  • જાંબુઘોડા 50 મી.મી
  • મોરવા(હ) 99 મી.મી
  • શહેરા 25 મી.મી
  • હાલોલ 133 મી.મી
અન્ય સમાચારો પણ છે...