તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગોધરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શિક્ષકોના ઉપાડ સહિતના કામોમાં નાણાં માગે છે : જિલ્લા પંચાયત દંડક

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોધરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની બેદરકારીને લીઘે પગાર 12 દિવસ મોડા મળ્યો હોવાના આક્ષેપ જિલ્લા પંચાયતના દંડક અરવિંદસિંહ પરમારે કર્યા હતા. બાદ જિલ્લા પંચાયતના દંડક અરવિદસિંહ પરમારે ગોધરા તાલુકાના ટીપીઓ હસમુખ રાણા પર તાલુકાના શિક્ષકોના જીપીએફ ઉપાડ કરવા, ઉચ્ચતર પગાર મેળવવા તેમજ અન્ય જિલ્લાકક્ષાએ કરવાના થતા કામોમાં ટીપીઓ દ્વારા નાણાં લેવાતા હોવાનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો.

સોમવારે ફેરબદલી કરીને આવેલા શિક્ષકો તાલુકા પંચાયત પર ઓર્ડર લેવા પહોંચ્યા પણ ટીપીઓ હાજર મળી આવ્યા ન હતા. જેથી શિક્ષકોને 4 કલાક બેસી રહેવું પડ્યું હતું. ટીપીઓ નાણાં વગર કોઇ કામ કરતાં ન હોવાનો દંડકે આક્ષેપ કરીને ટીપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હસમુખ રાણા કચેરીએ સમયસર ન આવતાં શિક્ષકોને ભારે તકલીફ પડી રહે છે.

તાલુકા પંચાયતના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો ટીપીઓ કેટલા સમયે આવે તેની ખબર પડશે તેમ કહીને દંડકે શિક્ષકોના કામોના ભાવ નક્કી કરીને ભ્રષ્ટાચાર કરતો હોવાના આક્ષેપ કરતાં તાલુકા શિક્ષણ આલમમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

તાલુકા પ્રા. શિક્ષણાધિકારી સામે પગલા ભરવા DDOને રજૂઆત
ગોધરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જ્યારથી હાજર થયા છે. ત્યારથી શિક્ષકોના પ્રશ્નો અટવાયા છે. જિલ્લા ફેરબદલી કરેલા શિક્ષકો 10 વાગ્યાના કચેરીએ આવ્યા પણ ટીપીઓ બપોરે 2:00 વાગે ઓફિસમાં હાજર થયા હતા. ટીપીઓ ઉચ્ચતરપગાર ધોરણ માટે શિક્ષકો 3થી 5 હજાર આપેતો ફાઇલ આગળ મોકલે છે. અરજી પર સહી કરવાના પણ 100થી 200 રૂપિયા લે છે. તેમની સામે કાયદેસરના પગલા ભરવા ડીડીઓને રજૂઆત કરી છે. > અરવિંદસિંહ પરમાર, જિલ્લા પંચાયત, દંડક

મેં એક માસ પહેલાં જ તાલુકા પંચાયતમાં ચાર્જ લીધો છે
મેં એક માસ પહેલાં ગોધરા તાલુકા પંચાયતમાં ચાર્જ લીધો છે. કાલોલમાં 4 વર્ષ સુધી નોકરી કરી પણ એક પણ આક્ષેપ મારી પણ લાગ્યો નથી. સોમવારે મુખ્ય કચેરી કામથી ગયો હોવાથી મોડું થયું હતુ. અહિં આવતા તમામ શિક્ષકોના કામ સંતોષકારણ રીતે કરી આપીએ છીએ. કોઇની પાસે પૈસા માંગતો નથી. મારી પણ લગાવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. ઓફિસે રોજ હું સમયસર આવું છું. > હસમુખભાઇ રાણા, ટીપીઓ

અન્ય સમાચારો પણ છે...