તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પંચમહાલ જિલ્લા પંચાયતની સામાન્ય સભા નિયત સમયથી કલાક મોડી શરૂ થઇ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપે સંકલનની મીટિંગ કરી, સરકારી કર્મીઓને ભવન બહાર તગેડ્યાં

પંચમહાલ જિલ્લા પંચાયતની સામાન્ય સભા બી.અાર.જી.અેફ ભવન ખાતે બુધવારે સવારે 10.30 વાગે યોજાવાની હતી. સવારે નિયત સમયે ભવન ખાતે જિલ્લા પંચાયત સભ્ય તથા જિલ્લા પંચાયતના કર્મચારીઅો હાજર થઇને ભવનમાં બેઠા હતા. જિલ્લા પંચાયત ભાજપ હસ્તક હોવાથી ભાજપાની સંકલનની મીટીંગ હોવાથી ભવનમાં બેસેલા તમામ પંચાયત કર્મીઅોને બહાર જવાનુ કહેતા તમામ કર્મીઅો બહાર જતા રહ્યા હતા. ભાજપની સંકલન મીટીંગ 10.30 વાગ્યાથી 11.30 વાગ્યા સુઘી ચાલતાં ભવનની બહાર ઉભા રહેલા કર્મચારીઅો પરસેવે રેબઝેબ થયા હતા.

સત્તાધારી ભાજપ પક્ષની નિતિઓ સામે સરકારી અધિકારીઓ મુકપ્રેક્ષક બન્યા. અેક કલાક ભાજપ સંકલન મિટીંગને ચાલતાં મીટીંગમાં સભ્યોના કામોને લઇને વિરોધ વટોળ થયો હોવાની ચર્ચાઅો ઉઠવા પામી હતી. અેક કલાક બહાર ઉભા રહેલા સરકારી કર્મચારીઅોને 11.30 વાગે ભવન ખાતે બોલાવતાં સામાન્ય સભા અેક કલાક મોડી શરૂ થઇ હતી. સામાન્ય સભામાં નવીન વિવિધ સમીતિની રચનાઅો સર્વાનુમતે મંજુર કરવામાં અાવી હતી. જિલ્લા પંચાયત સભ્યોઅે 14 પ્રશ્નો પુછ્યા હતા. જયારે સભ્ય વિક્રમ ડીડોંરના પાંચ સવાલો મોડા મોકલતાં તેમના સવાલોના મંજુર કર્યા હતા.

જિલ્લા / તાલુકા પંચાયતમાં છેલ્લા 3 વર્ષથી વધારે સમયથી અેક જગ્યા પર ફરજ બજાવતાં કર્મચારી કેટલા અને બદલી કયા કારણોસર કરવામાં અાવી નથી તેવો અેક સવાલ પુછવામાં અાવ્યો હતો. સામાન્ય સભામાં વર્ષ 2021-22ના 100 લાખના લેબરનુ બજેટ મંજુર કરવામાં અાવ્યુ હતુ. તેમજ ચેલાવાડા ગ્રામ પંચાયતનું વિભાજન કરી તરીયાવેરી નવીન ગ્રામ પંચાયતની રચના કરવામાં અાવેલ છે.

જેમાં તરીયાવેરી ગ્રામ પંચાયતમાંથી ધાંચી ફળીયાના 77 કુંટુબોના નામ કમી કરીને ચેલાવાડા ગ્રામ પંચાયતમાં સમાવેશનો ઠરાવ કરવામાં અાવ્યો હતો. ત્યારે સામાન્ય સભાની બહાર અેક કલાક કર્મચારીઅો ઉભા રહેતા કર્મીઅોમાં છુપો અાક્રોશ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...