તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ચ્યુઅલ સામાન્ય સભા:ગોધરા પાલિકાની સામાન્ય સભા 5 મિનિટમાં જ આટોપાઇ

ગોધરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભામાં 68 કામો મંજૂર કરાયા : વિરોધપક્ષે કામોનો લેખિતમાં વિરોધ નોંધાવ્યો
  • પ્રથમવારની વર્ચ્યુઅલ સભા છતાં શાસકપક્ષના સભ્યો પાલિકાની અલગ રૂમમાં બેઠેલા જોવા મળ્યા

ગોધરા નગર પાલિકાના નવા પ્રમુખને સત્તાગ્રહણને 100 દીવસ પુરા થયા છે. ત્યારે શનિવારે પાલિકા ખાતે સામાન્ય સભા 5 વાગે યોજાઇ હતુ. કોરોના મહામારીને લીધે સોસિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે અા સામાન્ય સભા વર્ચ્યુઅલ( અોનલાઇન) યોજાઇ હતી.

અોનલાઇન સભા હોવા છતાં સાશકપક્ષના સભ્યો પાલીકા ખાતે ઉમટી પડયા હતા.વર્ચ્યુઅલ સામાન્ય સભામાં સાશકપક્ષના સભ્યો પાલીકાની પ્રમુખ, ઉપપ્રમુખ સહીત અલગ અલગ રૂમો બેસીને અોનલાઇન સભામાં જોડાયા હતા. જયારે ઉપપ્રમુખની રૂમમાં વધારે પડતાં સભ્યો બેઠેલા જોવા મળતાં સોસિયલ ડીસ્ટન્સ જળવાયુ ન હતું.વર્ચુઅલ સામાન્ય સભામાં હાજર પુરયા બાદ સામાન્ય સભા પાંચ મીનિટમાં અાટોપાઇ હતી.

પાંચ મીનિટમાં અેજન્ડાના 63 કામો અને વધારાના પાછળથી ઉમેરેલા 5 કામોને સભ્યોઅે મંજુર કરતાં સામાન્ય સભામાં પુર્ણ થઇ હતી. અોનલાઇન સામાન્ય સભામાં 40 જેટલા સભ્યો હાજર રહ્યા છે. મંજુર કામોમાં પાલીકાની માલિકીની જગ્યામાં ગેરકાયદે કબજો કરેલ અેકસે-રે હાઉસને ખાલી કરાવીને જમીન પરત લેવી, રામસાગર તળાવના કિનારે અાવેલ મ્યુનિસિપલ શોપીગ સેન્ટરની દુકાન નં.23ની બાજુમાં અાવેલી જગ્યાનો ગેરકાયદે કબજો કરેલને ખાલી કરાવીને જમીન પરત લેવા કલેકટરમાં અરજી કરવાનો નિર્ણય સહિતના 68 કામો સામાન્ય સભામાં મંજુર કરવામાં અાવ્યા હતા. જયારે નવા પ્રમુખની સત્તાને 100 દિવસ પુર્ણ થયા હોવા છતાં પાલીકાની કમિટીના ચેરમેનનો નિમણુંક ન કરતાં શહેરમાં અનેક ચર્ચાઅોઅે જોર પકડયુ છે.

વિરોધપક્ષના 20 સભ્યોનો વિરોધ
પાલીકાના વિરોધપક્ષના 20 સભ્યોઅે સામાન્ય સભાના કેટલાક કામોનો લેખિતમાં સખત વિરોધ નોધાવ્યો હતો. વિરોધપક્ષની લેખિત રજુઅાતમાં અેજન્ડાના 10 કામો સખત વિરોધ નોધાવ્યો હતો. જયારે કેટલાક કામો સરકારી નિયમોનુસાર કરવા તેમજ નવીન કન્સલ્ટન્ટની નિમણુંક ટેન્ડર મંગાવીને કરવી, રેલ્વે સ્ટેશન પાસેની પાલીકાની 11 દુકાનો જે લોકોની દુકાન તોડી પાડી હતી. તેઅોને પરત કરવી, વિશ્વાકર્મા કન્સલ્ટન્ટની કામગીરી નબળી હોવાથી પેમેન્ટ ન કરવું સહીતના અનેક કામો સરકારી નિયમાનુસાર કરવા સાથે વિરોધ દર્શાવીને શનીવારની સામાન્ય સભાના અેજન્ડાના મુદ્દાઅોની પ્રોસિંડીગ બુકમાં નોંધ કરવાની રજુઅાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...