તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ પર્યાવરણ દિવસ:પંચમહાલનો વન વિભાગનો વિસ્તાર 27 વર્ષમાં અડધો થયો

ગોધરા10 દિવસ પહેલાલેખક: પ્રતિક સોની
  • કૉપી લિંક
  • માનવ વસ્તી વધી, વૃક્ષો કપાતાં વિસ્તાર ઘટયો

અાજે વિશ્વ પર્યાવરણ દિવસે જિલ્લાવાસીઅો પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા કાર્યક્રમો કરશે પણ અા જાગૃતિ અેક જ દિવસ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે પંચમહાલ જિલ્લાનો વન વિસ્તાર સતત ઘટતાં તેની અસર વનજન્ય પ્રાણી અને કુદરત પર પડી રહી છે. વર્ષ 1994માં પંચમહાલ જિલ્લાનો વન વિસ્તાર 1121.51 સ્કેવર. કીમી જેટલો હતો. બાદમાં જંગલમાં વૃક્ષોના નિકંદન અને માનવ વસ્તી વધતા જંગલનો નાશ થવાથી વન વિસ્તાર સતત ઘટવા લાગ્યો હતો. જંગલમાં ગેરકાયદેસર પ્રવૃિતથી ઝાડનું નિકંદન થવાથી જંગલ વિસ્તારના અેરીયા ઘટીને વર્ષ 1996માં જિલ્લાનો જંગલ વિસ્તાર 1097.91 સ્કેવર. કીમી જેટલો થઇ ગયો. વન પ્રત્યે લગાવ અોછો થતા અને ચારેબાજુ વિકાસને લઇને પણ વન વિસ્તારમાં ઘટાડો થવા લાગ્યો હતો.

જિલ્લાનો વન વિસ્તાર સતત ઘટીને વર્ષ 2021 માં જંગલ વિસ્તાર 575.27 સ્કેવર .કીમી થતાં તેની અસર જિલ્લાના આંબોહવા પર પડી રહી છે. 27 વર્ષમાં જિલ્લાનો વન વિસ્તાર 1121.51 સ્કેવર.કીમીથી ઘટીને 575.27 સ્કેવર.કીમી થતાં જિલ્લાના વન વિસ્તારના કેટલાય પ્રાણીઅો લુપ્ત થવા પામ્યા તો કેટલાક વન્ય પ્રાણીઓ હાલ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે ઝઝુમી રહ્યા છે. જિલ્લાના વન વિસ્તાર ઘટીને 27 વર્ષમાં અડધો થઇ જતાં તેની અસર વરસાદ સાથે પ્રદુષણ પર પણ પડયો હતો. વન વિસ્તાર જિલ્લામાં ધીરે ધીરે ઘટતાં વન્ય પ્રાણીઅો માનવ વસ્તીઅોમાં અાવવાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. જંગલની અાસપાસ માનવ વસ્તી વધતાં અને જંગલમાં થતી લાકડાઅોની ચોરીથી જિલ્લાનો જંગલ વિસ્તાર અડધો થઇ જતાં વન વિભાગે હાલના જંગલ વિસ્તારને બચાવવા કડક પગલા ભરવા પડશે.

જંગલમાં દીપડાની સંખ્યા 54 થઇ
જિલ્લાના જંગલમાં વર્ષ 1994માં બે વાઘનો વસવાટ હતો. પરંતું જંગલ વિસ્તારમાં સતત ધટાડા થતા વાઘ અન્ય રાજયના વન વિસ્તારમાં જતા રહ્યા હોવા અથવા તો મૃત્યુ પામ્યા હોવાનું અનુમાન લગાવી શકાય છે. હાલ વાઘ જિલ્લા સહીત રાજ્યમાં નામશેષ થઇ ગયા છે. જયારે જંગલ વિસ્તારમાં માનવ વસવાટ થતાં અને જંગલ વિસ્તાર ઘટતાં હિસંક પ્રાણી દિપડો અવારનવાર માનવ વસ્તીઅોમાં ખોરાકની શોધમાં અાવીને હુમલાઅો કરી રહ્યા છે. વર્ષ 2016માં છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાના જંગલમાં દિપડાઅોની સંખ્યા 54 જેટલી હતી.

ડિવિઝનના વન વિસ્તારમાં સતત ઘટાડો

1994 -95માં ફોરેસ્ટ અેરીયા

1121.51 સ્કેવર કી.મી.

1995-96 માં ફોરેસ્ટ અેરીયા

1097.91 સ્કેવર કી.મી.

2020-21 માં ફોરેસ્ટ અેરીયા

575.27 સ્કેવર કી.મી.

અન્ય સમાચારો પણ છે...