કાર્યવાહી:ફતેપુરા આરોગ્ય કેન્દ્રના અધિકારીએ HCના આદેશનો અનાદર કરી કામદારને હાજર ન કર્યો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેડરેશને કોર્ટના હુકમના અનાદર બદલ અધિક્ષક સામે કન્ટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી કરી

ગુજરાત સ્ટેટના અધિક મુખ્ય સચિવ તબીબી સેવા અને તબીબી શિક્ષણ સચિવાલય ગાંધીનગરના તાબા હેઠળ દાહોદમાં ફતેપુરાના અધિ. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રોજમદાર પટાવાળા કમ સફાઈ કામદાર તરીકે તારીખ 18/9/1995થી ફરજ બજાવતા પ્રદીપભાઈ હરિજનને કોઇ વાજબી કારણો સિવાય તેમની લાંબા સમયની નોકરીમાંથી મજૂર કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ તા.1/4/2007ના રોજ છૂટા કરી દેવાયેેલ.

જે બાબતે પ્રદીપભાઈએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનનો સંપર્ક કરી પ્રમુખ એ.એસ ભોઈને રજૂઆત કરતા ફેડરેશન દ્વારા સંસ્થાને નોટિસ પાઠવી અરજદારને પડેલા દિવસોના પગાર સાથે તેમની મૂળ જગ્યાએ પ્રસ્થાપિત કરવા જાણ કરેલ. પરંતુ સંસ્થા તરફથી નોટિસનો પ્રતિભાવ મળેલ નહીં. જેને લઇ અરજદારે દાહોદ ખાતે આવેલ મજૂર અદાલત સમક્ષ કેસ દાખલ કરેલ.

જે કેસ ચાલતા જે તે સમયના ન્યાયાધીશ હર્ષદ આચાર્ય દ્વારા અરજદારની દાદ નામંજૂર કરતો હુકમ કરેલ. જે હુકમથી અરજદાર નારાજ થઈ ફેડરેશન દ્વારા હાઇકોર્ટ સમક્ષ એસસીએ દાખલ કરેલ. અરજદાર તરફે હાઇકોર્ટમા એડવોકેટ દીપક દવે હાજર થઈ અરજદાર તરફે દલીલો કરતા ન્યાયમૂર્તિ એ.એસ સુપ્રિયાએ તા.30/9/21ના રોજ ઓરલ ઓડર કરી દાહોદ લેબર કોર્ટના ન્યાયાધીશ હર્ષલ આચાર્ય દ્વારા કરાયેેલ હુકમ રદ જાહેર કરી અરજદાર પ્રદીપને ત્રણ વીકમાં ફરજ ઉપર હાજર કરવા તથા પડેલા દિવસોનો પગાર અને નોકરી બાબતે કેસની કાર્યવાહી ચાલુ રહેશે જે આદેશ અનુસાર અરજદાર અધિક્ષક સા.આરોગ્ય કેન્દ્ર હિતેશકુમાર રાઠવાને સમય મર્યાદામાં નોકરીમાં હાજર થવાનો રિપોર્ટ લઈ રૂબરૂ ગયેલ. પરંતુ અધિક્ષકે કોર્ટનો હુકમ લેવાનો ઇનકાર કરી ફરજ ઉપર હાજર કરેલા ન હતા. જેને લઇ અરજદાર તરફે કોર્ટના હુકમના અનાદર બદલ કન્ટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવાની નોટિસ ઇસ્યુ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...